ઐતિહાસિક સ્થળાે-3ઃ સૂર્યદેવ પાસે કપિલ મુનિએ વરદાન માંગ્યું તે સુરતનું કંતારેશ્વર મહાદેવ મંદિર

Newsnetworksteam: સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલમુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરેલા. સૂર્યદેવે કપિલમુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરુપી શિવલિંગને અહીં પ્રગટાવ્યું હતું. પ્રાચીન સમયમાં કપિલમુનિએ ભાદરવા વદ-૬ના દિવસે અહીં તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી. આ મંદિરનુ લિંગ વિશિષ્ટ પ્રકારનું છે. થાળી જેવા ગાેળાકારમાં પાંચ લિંગ આવેલા છે. ઈસ 1976ની આસપાસ માેટા ખર્ચે આ મંદિરનાે જીર્ણાેધ્ધાર થયાે છે.

કંતારેશ્વર મહાદેવ મંદિરમાં એક વિશાળ કુંડ આવેલો છે. તેમાં ઊતરવાં માટે પગથિયાં બનાવવામાં આવેલાં છે. કુંડના દર્શનથી લાખો લોકો પાવન થાય છે. કુંડની આજુબાજુમાં અનેક નાની મોટી ભગવાનની દેરીઓ આવેલી છે. કુંડમાં સામસામે બે ગવાક્ષ તેમજ પાંચ દેરી છે. જેમાં શિવલિંગાેની સ્થાપ્ના કરેલી છે. દેરીઆેમાં આરસના સુંદર શિલ્પાે છે. સાત અશ્વાેવાળા રથ પર આરુઢ પદ્માસનમાં બેઠેલા સૂર્યદેવ વગેરેનાે એમા સમાવેશ થાય છે. આરસના નંદિઆે પણ શણગારેલા.

આ સ્થાન ભાનુક્ષેત્ર તરીકે આેળખાતુ , સૂર્યદેવ સાથે પત્ની રન્નાદે, પુત્રી તપતી અને પુત્રાે અહીં વસ્યા

પાેરાણિક સમયમાં આ સ્થાન ભાનુક્ષેત્ર તરીકે આેળખાતુ હતું. કપિલમુનિના વરદાન બાદ સૂર્યદેવ અહીં રહ્યા એટલે પત્ની રન્નાદે, પુત્રી તપ્તી અને પુત્રાે અશ્વનિકુમારાે પણ અહીં આવીને રહ્યાં. કહેવાય છે કે સુર્યપુર પરથી સુરત (સુરતના નામ માટે અન્ય પણ લાેકવાયકા છે), રન્નાદે પરથી રાંદેર, પુત્રી તપ્તી પરથી નદીનું નામ તાપી અને પુત્રાેના નામ પરથી અશ્વનીકુમાર વિસ્તારના નામાે પ્રચલિત બન્યા. સૂર્યની પૂજક કાેઈ સૂર જાતિએ અહીં વસવાટ કરી આ નામાે પ્રચલિત કર્યા હાેય એ સંભાવનાને નકારી ન શકાય. કપિલમુનિએ કપિલા નામની ગાયનું દાન કર્યું હતું તેથી તે દિવસને કપિલાષષ્ઠી તરીકે આેળખાય છે. જુનુ કતારગામ અત્યારના કંતારેશ્વર મંદિરથી લગભગ બે કિલાેમીટર જેટલુ દૂર હાેવાની માન્યતા પણ છે. પ્રાચીન સમયમાં તાપી નદીનાે પ્રવાહ આ મંદિરની બંને બાજુથી વહેતાે હાેવાનું પણ કહેવાય છે. (સુરત દર્શન)

Leave a Reply

Translate »