કેન્દ્રીય સહકાર મંત્રી સમક્ષ ખેડૂતો માટે આગેવાન દર્શન નાયકે આ માંગણીઓ કરી

હાલમાં ડીઝલ,પેટ્રોલ,રાસાયણિક ખાતર,બિયારણ,મજૂરીમાં થઈ રહેલા ભાવ વધારાને કારણે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે,ઉત્પાદન પણ ઘટી રહ્યું છે તથા ખેતઉત્પાદન ના ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી.ત્યારે ખેડૂતોના હિતમાં નીચે મુજબના નિર્ણય  કરવા ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા નીચે મુજબ રજૂઆત કરવામાં આવી છે..

તા.13/03/2022નાં રોજ બાજીપૂરા,જી.તાપી ખાતે સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર મંત્રી મા. અમિતભાઇ શાહની આગેવાનીમાં યોજાયેલ ” સહકાર થી સમૃધ્ધિ ” કાર્યક્રમમાં સુગર મિલો ઉપરનો ઇન્કમટેક્ષ માફ કરવાની મૌખિક જાહેરાત પ્રવચનમાં કરવામાં આવી હતી,પરંતુ ઇન્કમટેક્ષ માફ કરવા બાબતે કોઈ ગેઝેટ નોટિફિકેશન ની નકલ આજ દિન સુધી સહકારી સુગર મિલો ને મળેલ નથી.આપ શ્રી સદર બાબતે શેરડી પક્વતા ખેડૂતોના હિતમાં તત્કાલ સુગર મિલો ઉપરના ઇન્કમટેક્ષ માફ કરવા બાબતે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડી સહકારી સુગર મિલોને જાણ કરવા વિનંતી છે.

સને 2020 ના વર્ષમાં આવેલ “તૌઉતે” વાવાઝોડાને કારણે સાયણ સુગર મિલના શેરડી પકવતા ખેડૂત સભાસદોને 14 કરોડ રૂપિયાનું નુકસાન થયેલ હતું,અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા થયેલ નુકસાન વળતર ની માંગણી કરવામાં આવેલ હતી,પરંતુ આજ દિન સુધી એક પણ રૂપિયાનું નુકસાન વળતર ખેડૂતો ને સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું નથી.આપ શ્રી ખેડૂતોના હિતમાં આ નુકસાન વળતરનાં સહાયની રકમ ચૂકવી આપવા વિનંતી છે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને પાકની લળણીની તૈયારી છે.ત્યારે સિઝનની શરૂઆત થવાની હોવા છતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર ખરીદવા માટે કોઈ પણ કેદ્રોની સહકારી મંડળીઓને ફાળવણી કરવામાં આવી નથી.આપ શ્રીને ડાંગર પકવતા ખેડૂતોના હિત માટે સહકારી મંડળી સરકારમાં અરજી કરે કે ના કરે,તમામ સહકારી મંડળીઓને ટેકાના ભાવે ડાંગર ખરીદ કરવા માટે મંજૂરી આપવામાં આવે એવી વિનંતી છે.

સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા સહકારી મંડળીઓને આપવામાં આવતા ઓવરડ્રાફ્ટ ઉપર 9 % જેટલું વ્યાજ વસુલ કરવામાં આવે છે,જેનો બોજો છેલ્લે ખેડૂતો ઉપર જ આવે છે.આપ શ્રી ને ખેડૂતોના હિતમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા સહકારી મંડળીઓ પાસે ઓવરડ્રાફ્ટ ઉપર લેવામાં આવતું વ્યાજ 9 %  થી ઘટાડી 8 % કરવામાં આવે એવી વિનંતી છે.સુરત ડિસ્ટ્રીક બેંક દ્વારા સહકારી મંડળીઓને ક્રોપ લોન આપવામાં આપવામાં આવે છે,જેની ઉપર સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા 8.%  વ્યાજ વસુલ કરવામાં આવે છે. આ ક્રોપ લોન ઉપર નો વ્યાજદર ખેડૂતો ના હિતમાં ઘટાડી 7% જેટલો કરવામાં આવે એવી આપશ્રીને વિનંતી છે.સુરત ડિસ્ટ્રીક બેક તરફ થી સુગર મિલોને આપવામાં આવતી ટર્મ લોન સુગર મિલો પાસે 8.25% વસુલ કરવામાં આવે છે જેને ખેડૂતો ના હિતમાં ઘટાડી 7% જેટલો કરવામાં આવે એવી માગણી છે

સરકાર દ્વારા અગાઉના સમયમાં સુગર ફેક્ટરીઓ માટે સોફ્ટલોન આપવામાં આવતી હતી.તે હાલમાં બંધ કરી દેવામાં આવી છે.સંસ્થામાં નાણાકીય વાર્ષિક કામગીરી માટે આ લોન ની જરૂરિયાત હોવાથી તત્કાલ અસર થી શેરડી પકવતા ખેડૂતોના હિતમાં ફરી શરૂ કરવામાં આવે એવી માંગણી છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતની અનેક સહકારી મંડળીઓ દ્વારા પેટ્રોલ- ડીઝલ પંપ ચલાવવામાં આવે છે.આ સહકારી મંડળી ઓને હાલ કન્ઝ્યુમર ભાવે પેટ્રોલ-ડીઝલ આપવામાં આવતું નથી,જેને કારણે અનેક સહકારી મંડળીઓને પેટ્રોલ પંપ બંધ કરવાનો વારો આવ્યો છે અને જે ચાલે છે તેને ખોટ ખાવાનો વારો આવી રહ્યો છે. આપ શ્રી ને સહકારી મંડળીઓને પેટ્રોલ-ડીઝલ પંપ ને જૂની પધ્ધતિ મુજબ કન્ઝ્યુમર ભાવે પેટ્રોલ-ડીઝલ આપવામાં આવે એવી વિનંતી છે.

 

Leave a Reply

Translate »