સાદગી અને સેવાનો સમન્વય એટલે ધર્મેશ ગામી..!

ધર્મેશગામી-સમાજસેવી

સ્ટોરી: રાજા શેખ (98980 34910)

સુરત જેવા સૌથી વિકસિત શહેરને આમ તો ક્યાં ખબર હતી કે તેના ખોળામાં વધુ એક સેવાધારી શખ્સિયત પનપસે. વર્ષ 2001માં આ કચ્છી યુવાન વાયા મુંબઈથી સુરત પધાર્યો. જીવનનિર્વાહનું ટેન્શન અને માથાપર કેટલોક ભાર. કચ્છ, ભચાઉના મેઘપર ગામના ખમતીધર અને ખેડૂત પરિવારમાંથી આવવા છતા એક ખમીર કે પરિવારને કંઈક આપણે આપ્યું નથી એટલે તેમની પાસેથી લેવાનું પણ થતું નથી. રેડીમેઈડ કાપડ બિઝનેસની નિષ્ફળતાઓ કોરી ખાતી હતી પરંતુ દિલ-દિમાગમાં એક વસ્તુ હતી કે સુરત જ મને સાચવસે અને સુરત જ નામ આપશે. અને તે સંભવ બનાવી દીધું ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશભાઈ ગામીએ. આજે તેમની માનવીય ગતિવિધિ અને સર્વધર્મ સમભાવની ભાવનાને કારણે તેઓ એક વિશેષ સન્માનિય વ્યક્તિત્વમાં સ્થાન પામ્યા છે. કોમી એકતાના પ્રતીક તરીકે સ્થાન પામ્યા છે.

જીવન સફર:સંઘર્ષ અને ઘણું બધુ…

જ્ઞાતિના મિત્રને ભરોષે સુરત આવ્યા પણ સંજોગ એવો બની ગયો કે વિના પગારે કામ કરવાનું કહીંને આ સુરતની જમીન પર પગ મુક્વો પડ્યો. મનમાં પહેલાથી જ સેવાભાવના હતી પણ પહેલા ટકવું એ મહત્વનું હતું. દરમિયાનમાં 2002માં જ દિકરીને જન્મ આપતા સમયે પત્ની અને દિકરી બંને એ ફાનિ દુનિયાને અલવિદા કહીં દીધી. માથે આભ ફાટ્યું. ત્યારથી જ નક્કી કર્યું કે, સાદગીથી જીવવું. એક સફેદ હાફબાયની કફની અને પાયઝામો તેને અપનાવી લીધું અને નોકરીની સાથે જમીન-મકાનની દલાલી કરવા લાગ્યા. થોડો આર્થિક સાથ મળતો ગયો. કચ્છના રહેવાસી , ઉપરથી ખેડૂત પરિવાર એટલે જીવદયા અને ગૌરક્ષાની ભાવના પહેલાંથી જ મનમાં હતી.

આ રીતે ગૌરક્ષાની સાથે બન્યા કોમી એકતાના પ્રતીક સમાન

જેથી, વર્ષ 2006માં અખિલ ભારતીય સર્વદલીય મહાઅભિયાન સમિતીમાં જોડાયા અને બાદમાં દક્ષિણ ગુજરાતના મહામંત્રી બન્યા. તેમાં ગૌરક્ષા માટે બે વર્ષ મહેનત કરી પણ તેમાં એક બાબત તેમના દિલમાં ખૂંચતી હતી. ધર્મેશભાઈ ઈચ્છતા હતા કે દરેક ધર્મ-સંપ્રદાયમાં વિશ્વાસ સંપાદિત કરી ગૌરક્ષાનું કામ થાય અને પુરેપુરુ સમર્પિત કામ થાય, પરંતુ અહીં તે થતું ન હોવાથી તેમણે પોતે ભારતીય ગૌરક્ષા મંચની સ્થાપ્ના વર્ષ 2013માં કરી. આ મંચમાં તેઓએ દરેક ધર્મના લોકોને જોડ્યા અને તેમને ટ્રસ્ટી તરીકે પણ સ્થાન આપ્યું. દરેક મહોલ્લા-ગલીઓમાં તેઓએ ગૌરક્ષા માટે સમજાવવાનું અભિયાન ચલાવ્યું અને તેનું પરિણામ મળ્યું. આ પહેલા વર્ષ 2011માં તેઓ સહિતના આગેવાનો ગૌરક્ષાના કાયદા માટે સાત દિવસના અનસન પર બેઠા અને સરકારે તેમની વાત ધ્યાનમાં લઈ બાદમાં કાયદો બનાવ્યો. ધર્મેશભાઈનો એક ઉમદા વિચાર એ હતો કે, ગૌરક્ષાના નામે કોઈપણ રીતે મારઝૂડ અને કૌમીવૈમનસ્ય ન થાય અને દરેક સમજદારીપૂર્વક, શાંતિપૂર્વક માર્ગ કાઢે. તેમનો આ ઉમદા વિચાર લોકોના મગજમાં ઉતર્યો અને મહદઅંશે ઘણી સફળતા પણ મળી. તેઓ આજે પણ આવી સ્થિતિ જ્યાં ઊભી થાય છે ત્યાં પહોંચી જાય છે અને સમજાવટથી કામ લે છે. હવે તેઓ સુરત સહિત 70થી વધુ સામાજિક સંસ્થાઓ સાથે મળીને સેવાની ધૂણી ધખાવી રહ્યાં છે. જરૂરિતાયમંદોને પોતાના કનેક્શનથી મદદ કરી, કરાવી રહ્યાં છે. બ્લડ ડોનેશન કેમ્પ હોય, રખડતા-ભટકતા વૃદ્ધો હોય, માનસિક રીતે અસ્વસ્થ લોકો હોય , દિવ્યાંગ હોય, મંદબુદ્ધિના લોકો, મુકબધિર વગેરેની સહાય માટે તેઓ તત્પર રહે છે. તેઓ આદિવાસી વિસ્તારોમાં કપડા વિતરણ સહિતના કાર્યો પણ કરે છે.

ધર્મેશભાઈ ગામી કહે છે કે સેવા હી પરમો ધર્મ…

ધર્મેશભાઈ ‘ન્યૂઝનેટવર્કસ’ અને ‘સિટી સમય’ સાથે વાત કરતા જણાવે છે કે, હું ખેડૂત પરિવારમાંથી આવ્યો છું. મારો પરિવાર ખૂબ જ માનમરતબાવાળો છે. પણ હું દઢપણે માનું છું કે, મેં મારા પરિવારને કંઈક વિશેષ આપી ન શકું તો તેમની પાસે કંઈ લઈ પણ ન શકું. હું સિદ્ધાંતોને વરેલો છું અને તે વારસો મને મારા માતા-પિતા તરફથી જ મળ્યો છું. જેથી, મુંબઈ બાદ સુરતમાં સંઘર્ષ કર્યો અને સુરતે મને માન-મરતબો આપ્યો. હું સેવા અને સાદગીમાં જ માનુ છું. જેથી, મારી પાસે મારું પોતાનું કંઈ નથી. જે કંઈ છે તે મિત્રોની ભેટ છે. આજે 75 સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઈને હું લોકોને બની રહેવા માંગું છું. મારે સમાજના અને જરૂરિયાતમંદોના દિલમાં જ જગ્યા બનાવવી છે. જેથી, હું આખો દિવસ આવી પ્રવૃત્તિમાં જ રચ્યો પચ્યો રહું છું. ઘર ચલાવવા પુરતું મકાન-જમીનની દલાલી કરી કમાય લઉં છું. બાકી મને કોઈ વસ્તુનો મોહ નથી. મને ખુશી છે કે સુરતીઓના દરેક સમાજ-ધર્મએ મને સ્વીકાર્યો છે અને મારી ગૌરક્ષા સહિતની પ્રવૃત્તિમાં મને સહકાર આપ્યો છે. હું સેવાનો જ આજીવન બની રહેવા માંગુ છુ એ જ મારી ઈશ્વરને પ્રાર્થના પણ છે.

Leave a Reply

Translate »