બ્રિટિશ આર્ટિસ્ટ સાથે લગ્ન કરવા માટે 38 વર્ષના લગ્નજીવન પછી પત્નીને છૂટાછેડા આપ્યા જાણીતા વકીલ હરીશ સાલ્વે એ…

પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે આગામી સપ્તાહે લગ્ન કરવા જઈ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના જાણીતા વકીલ અને બ્રિટનમાં ક્વીન્સ કાઉન્સિલ છે. ગત મહિને જ તેમણે 38 વર્ષના લગ્નજીવન પછી પત્ની મીનાક્ષી સાલ્વેને ડિવોર્સ આપ્યા હતા. તેઓ 28 ઓક્ટોબરે લંડનના એક ચર્ચમાં તેમનાં મહિલા મિત્ર કેરોલિન બ્રોસર્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બન્નેના આ બીજા લગ્ન છે.

બન્નેને પ્રથમ લગ્નથી સંતાનો છે
સાલ્વે ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ બની ચૂક્યા છે. તેમના થનારાં પત્ની કેરોલિન સાથે તેઓ છેલ્લા બે મહિનાથી નિયમિત રીતે ઉત્તર લંડનના ચર્ચમાં જતા હતા. બન્નેને પહેલા લગ્નથી સંતાનો પણ છે.

કોણ છે બીજી પત્ની?
56 વર્ષની કેરોલિન એક કલાકાર છે અને એક દીકરીનાં માતા પણ છે. હીરશ સાલ્વેની કેરોલિન સાથે મુલાકાત આર્ટ એક્ઝિબિશનમાં થઈ હતી. પ્રથમ મુલાકાત પછી બંને નિયમિત રીતે એકબીજાને મળતાં રહ્યાં હતાં અને એમ પ્રણય પાંગર્યો હતો. સાલ્વેને કેરોલિને ભાવનાત્મક રીતે ઘણા સંભાળ્યા છે. બન્ને વચ્ચે સારીએવી અંડરસ્ટેન્ડિંગ થઈ અને પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

સાલ્વે આ જ વર્ષે ક્વીન્સ કાઉન્સિલ બન્યા
હરીશ સાલ્વેના પિતા નારાયણ કૃષ્ણપ્રસાદ સાલ્વે પણ ટોચના વકીલ હતા અને કોંગ્રેસના નેતા તરીકે જાણીતા હતા. એન.કે.પી. સાલ્વે જ્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ હતા એ વર્ષે જ ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વન-ડે ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ જીત્યો હતો. 1976માં સાલ્વે દિલ્હી આવી ગયા. સાલ્વે સિનિયર એડવોકેટ અને પછી 2002 સુધી સોલિસિટર જનરલ રહ્યાં. 2003માં સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કેસમાં વકીલાત શરૂ કરી. ત્યાર પછી તે લંડનમાં જ નિયમિત રીતે રહેવા લાગ્યા. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ તેમની ક્વીન્સ કાઉન્સિલ તરીકે નિમણૂક થઈ હતી, જેના માટે તેમણે ગત વર્ષે અરજી કરી હતી.

અંબાણીથી માંડી સલમાન ખાન જેવા સેલિબ્રિટીઝના કેસ લડી ચૂક્યા છે
હરીશ સાલ્વે દેશના ઘણા જાણીતા કેસોમાં જાણીતા લોકોના વકીલ રહી ચૂક્યા છે. હરીશ સાલ્વે મુકેશ અંબાણી, રતન ટાટા, આઈટીસી હોટલ, હિટએન્ડ રન કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો કેસ પણ લડી ચૂક્યા છે. બહુચર્ચિત કુલભૂષણ જાધવ કેસમાં ભારતનો પક્ષ રજૂ કરવા માટે તેમણે ટોકન તરીકે 1 રૂ. ફી લેવાનું કહ્યું હતું.

Leave a Reply

Translate »