મધ્ય પ્રદેશમાં જેલમાંથી છૂટેલા આરોપીઍ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. મોરેના જિલ્લામાં ઍક યુવક તાજેતરમાં જ છ માસની જેલની સજા કાપી બહાર આવ્યો હતો અને તેણે સગીરા પર દુષ્કર્મ કરી તેન મોટને ઘાટ ઉતારી દીધી હતી.
ઘટનાની પોલીસ પાસેથી પ્રા વિગતો મુજબ ગુરુવારે સાંજે સબાલગઢ પોલીસ સ્ટેશની હદમાં આ ઘટના ઘટી હતી જેમાં ૩૬ વર્ષીય બંટી રઝાકની પોલીસે ધરપકડ કરી લીધી હોવાનું જણાયું છે. સબાલગઢ પોલીસ સ્ટેશના ઈન્ચાર્જ નરેન્દ્ર શર્માઍ હકીકત જણાવતા કહ્નાં કે, ગુરુવાર સાંજથી પાંચ વર્ષની દલિત બાળકી ગાયબ થઈ ગઈ હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું. ગામમાં તપાસ કરવા છતાં બાળકીનો ક્યાંય પતો લાગ્યો નહતો. પરિવારજનોઍ ગામ બહાર તેની શોધખોળ આદરી હતી જ્યાં ખેતરમાં લોહીથી લથબથ હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી રજાકને પોલીસે દબોચી લીધો હતો અને તેણે પૂછપરછમાં ગુનો કબૂલી લીધો હતો.
આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની વિવિધ કલમો ઉપરાંત ઍટ્રોસિટી અને પોક્સોની કલમ પણ લગાવવવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઍ જણાવ્યું હતું. મૃતક બાળકીના પરિવારે જણાવ્યું કે, જૂની અદાવત રાખીને આરોપીઍ બાળકીને પીંખી તેની હત્યા કરી હોવાની આશંકા છે. આરોપીઍ અગાઉ મૃતકની કાકીની છેડતી કરી હતી અને તે ગુનામાં છ માસ જેલની સજા કાપીને ૧૦ દિવસ અગાઉ જ જેલમાંથી છૂટ્યો હતો. ગામલોકોઍ આરોપી રજાકના જઘન્ય કૃત્ય બદલ તેના ઘરની તોડફોડ કરી હતી અને તેને પગલે ગામમાં તંગદીલી ફેલાઈ હતી. મૃતક બાળકીના પરિવારજનો સહિત ગ્રામજનોઍ શુક્રવારે રસ્તા પર ચક્કાજામ કરીને આરોપીને ફાંસીની સજા ફટકારવાની માગ કરી હતી.