ભ્રષ્ટાચાર કે ગફલત? લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેન બંધ છતા એજન્સીને ચુકવાયા 92 લાખ !!

સુરત શહેરમાં રસ્તા પર કે અડચણરૂપ વાહનો પાર્ક કરનારના વાહનો ઉંચકીને તેઓને દંડ કરવા નિમાયેલી અગ્રવાલ એજન્સીને ટ્રાફિક પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન અને ત્યાબાદ પણ કામગીરી બંધ હોવા છતા 92.70 લાખ જેટલી માતબર રકમ ચુકવી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ એન્ટી કરપ્શન બ્યુરોને તપાસ માટે ફરિયાદ કરી છે.  જેમાં ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુંબે(આઈપીએસ) અને ટ્રાફિક એસીપી એપી ચૌહાણ અને અગ્રવાલ એજન્સીને આરોપી બનાવાયા છે. ફરિયાદ પૂર્વે સંજય ઈઝાવાએ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બિલો ચુકવાયા હોવાની માહિતી મેળવી હતી. આ ઉપરાંત પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય, .પોલીસ કમિશ્નરસુરત શહેર, ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય, અધિક મુખ્ય સચિવ, ગૃહવિભાગ, ગુજરાત રાજ્ય,  લોકાયુક્તા, ગુજરાત,  વિજીલન્સ કમિશ્નર, ગુજરાત રાજ્ય, ડી.જી.પી & ડીરેક્ટર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને પણ આ ફરિયાદ મોકલીને દિન ૩ માં FIR નોંધીને તપાસ હાથ ધરવાની માંગણી કરી છે.

શું છે અગત્યના મુદ્દાઓ. ?

  1.  તારીખ 24 માર્ચ 2020થી 31 મે 2020 સુધી અંદાજે 69 જેટલા દિવસો ભારતભરમાં લોકડાઉન હતું. જે દરમ્યાન સુરત શહેરમાં પણ આવશ્યક સેવાઓ સિવાય અન્ય કોઈ પણ કાર્ય માટે લોકો બહાર નીકળેલ હતા નહી. એટલે કે રોડ પર કોઈ ટ્રાફિક થવાની સંભાવના નહીવત છે. સદર ૨૨ જેટલી ક્રેનો ટ્રાફિકને અડચણરૂપ વાહનોના ટોઇંગ માટે રાખવામાં આવેલ છે. ટેન્ડર શરત ન. ૨૧,૨૨,૨૮ મુજબ જેટલા દિવસ ટોઇંગ ક્રેન વાહનોના ટોઇંગ કરવાના ઉપયોગમાં લેવાય તેટલા જ દિવસનો ચાર્જ ચુકવવાનો રહેશે, માર્ચ મહિનામાં ૮ દિવસ લોક્ડાઉન હોવા છતાં આ દિવસો બાદ પણ કાર્ય વગર લોગ બુક માં બંદોબસ્ત લખીને ખોટી રીતે અને નિયમ વિરુદ્ધ રૂ.  20,27,599 ની ચુકવણી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી.
  2.  એપ્રિલ 2020 આખા મહિના લોક્ડાઉન હોવા છતાં, ફોર વ્હીલ અને ટુ વ્હીલ ટોઇંગ ક્રેનના લોગ બુકમાં બંદોબસ્ત, પેટ્રોલિંગ, ટોઇંગ, એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉન લઇ જવાનું કામ મોટાભાગના દીવસોમાં બતાવવામાં આવેલ છે, જે પેટે અપ્રિલ મહિનામાં રૂપિયા 15.28 લાખ ની ચુકવણી કરેલ છે. જે ટેન્ડરની શરત વિરુધ્ધ છે. આવું કોઈ કાર્ય આવશ્યક સેવામાં આવતું નથી અને એવી કોઈ જરૂરિયાત હોય તેમ હોઈ શકે નહી. રોજ આટલા બધા વાહનો ની હેરફેર થઇ હોય તો તેનું યોગ્ય કારણ દેખાતું નથી.
  3.  મે 2020 આખો મહિના લોક્ડાઉન હોવા છતાં, ફોર વ્હીલ અને ટુ વ્હીલ ટોઇંગ ક્રેન ના લોગ બુકમાં બંદોબસ્ત, પેટ્રોલિંગ, સ્ટેન્ડ બાય, ટોઇંગ, એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉન લઇ જવાનું કામ મોટાભાગના દીવસોમાં બતાવવામાં આવ્યુ છે, જે પેટે મે મહિનામાં રૂપિયા 22, 52, 399 ની ચુકવણી કરાય છે.
  4.  જુન 2020 માં અનલોક શરુ થયું હોવા છતાં જરૂરિયાત વગર ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકો રસ્તા પર ઉતરતા નહોતા. છતા ટોઇંગ ક્રેન ના લોગ બુકમાં બંદોબસ્ત, પેટ્રોલિંગ, સ્ટેન્ડ બાય, વાહન ટોઇંગ બતાવેલ આવેલ છે જે પેટે મે મહિનામાં રૂપિયા 26,99,999ની ચુકવણી કરી છે. જે ટેન્ડરની શરત વિરુધ્ધ અને અંગત લાભ માટે કરવામાં આવી છે.
  5.  જુલાઈ 2020 માં અનલોક શરુ હતું, જરૂરિયાત વગર ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકો રસ્તા પર ઉતરતા નહોતા. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે આઈ ફોલો અંતર્ગત કાર્યક્રમોનું પણ આયોજન કરીને વાહનો ટોઇંગ કરવાના પણ બંધ કર્યું. ટોઇંગ ક્રેન ના લોગ બુકમાં મોટા ભાગે નીલ, ૦૦, બંધ વાહન ટોઇંગ બતાવવામાં આવ્યું છે. જે પેટે જુલાઈ મહિનામાં રૂપિયા  27,89,999  ની બીલ તારીખ:- 31 જુલાઈ 2020ના રોજ અગ્રવાલ એજન્સી દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જે ચુકવણી અંગે તારીખ:-8 ઓગષ્ટ 2020ના રોજ નાયબ પોલીસ કમિશ્નરને પત્ર લખીને પેમેન્ટ અંગે સ્પષ્ટતા માંગેલ હતી. જેમાં મદદનીશ પોલીસ કમિશ્નરના મત મુજબ અગ્રવાલ એજન્સી દ્વારા તારીખ 6 જુલાઈથી થી 31 જુલાઈ 2020 સુધી દિન 26 ની કામગીરી નીલ હોય જેથી સદરહુ એજન્સીને માહે- જુલાઈ /2020 નું બિલની ચુકવણી કરવી કે કેમ ? તે અંગે યોગ્ય આદેશ થવા વિનંતી છે.
  6. ઉપરોક્ત વિસંગતા અંગે નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા એક પણ ક્ષણ વિચાર્યા વગર આગોતરા નક્કી કરવામાં આવેલ જેમ “ i follow campaign ના કારણે તમામ crain stand to માં હતી, stand to માં હાજર હોય તો બીલ ની ચુકવણી કરવામાં આવે.”  જવાબ લખીને પેમેન્ટ કરવા માટેના હુકમ કરવામાં આવેલ હતા. જે આ ટોઇંગ ક્રેન ના ટેન્ડર શરતની વિરુધ્ધ છે, સત્તાના દુરુપયોગથી થયેલ ચુકવણી છ
  7. ઓગસ્ટ ૨૦૨૦માં અનલોક શરુ થયેલ હોવા છતાં જરૂરિયાત વગર ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકો રસ્તા પર ઉતરતા નહોતા, છતા ટોઇંગ ક્રેનના લોગ બુકમાં બંદોબસ્ત, સ્ટેન્ડ બાય, નીલ, વાહન ટોઇંગ બતાવામાં આવેલ છે, છતાં ઓગસ્ટ ૨૦૨૦ પેટે કોઈ પણ કપાત વગર રૂપિયા ૨૭,૯૮,૯૯૯/- ની ચુકવણી કરેલ છે. જે ટેન્ડર ની શરત વિરુધ્ધ અને અંગત લાભ માટે કરવામાં આવેલ છે તેવું ચોક્ક્ખું દેખાય છે. આ રકમ ચુકવવા માટે આરોપી (૧) અને (૨) દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવેલ છે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. આવી રીતે કોઈ અંગત લાભ માટે સરકારના નાણાનો દુરુપયોગ કરવા બદલ આરોપીઓ સામે કડક પગલા લેવા જોઈએ.
  8.     ટોઇંગ ક્રેન ના ટેન્ડર શરત -20 મુજબ તમામ ક્રેનના ફિટનેસ પ્રમાણ પત્ર રજુ કરવાનું હોય છે. પણ અગ્રવાલ અજેન્સી દ્વારા આ પ્રમાણ પત્ર આજદિન સુધી રજુ કરવામાં આવેલ નથી. ટુ વ્હીલ ટોઇંગ ક્રેન વાહનના બોડી માં વધારાના મોડીફીકેશન કરીને વાહનના બંને તરફ એક ફૂટ જેટલી બોડી બહાર બનાવેલ છે, અને પાછળના ભાગે 2 ફૂટ જેટલા બોડી બહાર બનાવેલ છે. આ પ્રકારના 12 જેટલા ટોઇંગ ક્રેન વાહનો અંગે મારા દ્વારા ઘણા ફરિયાદો કરેલ હોવાથી હાલ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા અગ્રવાલ અંગત લાભ મેળવા સિવાય કોઈ કાયદેસરના કામ થયેલ નથી.
  9.  ટેન્ડર શરત નં -20 મુજબ નિયત રકમના સ્ટેમ્પ પેપર પર અગ્રવાલ એજન્સી દ્વારા કોઈ કરારનામું કરી આપેલ નથી અને આ અંગે ટ્રાફિક વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
  10.  ટેન્ડર શરત નં -35 મુજબ દરેક વાહનો માટે ડ્રાઈવરો દ્વારા રોજીંદા ધોરણે લોગબુક / રેકોર્ડ રાખવાની રહેશે. પણ અહિયાં અપ્રિલ, મે, જુન, જુલાઈ, ઓગસ્ટ મહિનાના લોગ બુક દરેક મહીને બીલ બનવાના સમયે એક સાથે ઘણા દિવસની એન્ટ્રી કરેલ છે તેવું લાગી રહ્યું છે.
  11.  ટેન્ડર શરત નં -50 મુજબ  ટોઇંગ ક્રેનની સંખ્યા અચૂકપણે પૂરી પાડવાની રહેશે. પરંતુ વાહનો પુરા નહી પાડવાના સંજોગોમાં પ્રત્યેક વાહન દીઠ એક દિવસ ની રૂ.1000/- પેનલ્ટી રકમ વસુલવાની હોય છે. સદર ટેન્ડરની કામગીરી શરુ થયા પછી તા. 1 જાન્યુઆરી 2020 થી આજ દિન સુધી ઘણા ક્રેનની ગેરહાજરી ચોપડે નોંધાયેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ પેનલ્ટી રકમ નહી વસૂલી સરકારના નાણાનું નુકશાન કરેલ છે.
  12.  ટેન્ડર શરત અને ટેન્ડરમાં આપેલ વિગત મુજબ ટુ વ્હીલ વાહનો ઉઠાવવા માંટે વાહનની પાછળના બોડીના બંને તરફ રેલીંગ દ્વારા બંધ કરવાની હોય છે. ટુ વ્હીલ વાહન પાછળ કે સાઈડમાં લટકાવવાની કે બહાર કાઢવાની કોઈ જોગવાઈ નથી. છતાં અગ્રવાલ એજન્સી દ્વારા આ નિયમનો ભંગ કરે છે અને અધિકારો દ્વારા કોઈ નોટિસ કે કાર્યવાહી કરાય નથી..

 માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 સુધી ટોઇંગ ક્રેન ના ભાડા પેટે ના પેમેન્ટમાં થયેલ વિસંગતા.

  1.  માર્ચ 2020માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચ્ચે ટુ વ્હીલ ની 20 હાજરી અને ફોર વ્હીલની 28 હાજરીનો તફાવત છે. એટલે કે 1,97,599ના વધારાની ચુકવણી થયેલ હોવાનું દેખાય રહ્યું છે.
  2.  એપ્રિલ 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચે ટુ વ્હીલ ની 57 હાજરી અને ફોર વ્હીલ ની 75 હાજરીના તફાવત છે. એટલે કે રૂ. 5,42,999.78 ના વધારાની ચુકવણી થયેલ છે એવું દેખાય છે.
  3.  મે 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચ્ચે ટુ વ્હીલ ના 136 ની હાજરી અને ફોર વ્હીલ ની 72 હાજરીનો તફાવત છે. એટલે કે રૂ. 8,46,399.74 ના વધારાની ચુકવણી થયેલ છે એવું દેખાય છે.
  4.  જુન 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચે ટુ વ્હીલ ના 53 હાજરી અને ફોર વ્હીલ ના 40 હાજરીનો તફાવત છે. એટલે કે રૂ 3,79,999.87ના ના વધારાની ચુકવણી થયેલ છે એવું દેખાય છે.
  5.  જુલાઈ 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચે ટુ વ્હીલ ની 260 હાજરી અને ફોર વ્હીલ ની 315 હાજરીનો તફાવત છે. એટલે કે રૂ. 23,62,999.08 ના વધારાની ચુકવણી થયેલ છે એવું દેખાય છે.

17) ઓગસ્ટ 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

શું આરોપ મુજબ ક્રેઈનના નામે ખરેખર ભ્રષ્ટાચાર થયો છે?

  •  – અગ્રવાલ એજન્સી દ્વારા જુલાઈ 2020 મહિના પેટે રજુ કરેલ બીલ રકમ રૂપિયા 27, 89, 999ની ચુકવણી અંગે મદદનીશ પોલીસ કમિશ્નર દ્વારા શંકા વ્યક્ત કરેલ હોવા છતાં stand to બહાના બનાવીને ટેન્ડર શરત ન. 21,22,28 તથા અન્ય શરતોની વિરુધ્ધ કરેલ કામગીરી ની તપાસ કરાવવા તપાસ કરાવવા માંગણી કરેલ છે.
  • – તારીખ  24 માર્ચ 2020થી ભારતભરમાં લોકડાઉન શરુ હોવા છતા ખોટી રીતે લોગબુક ભરીને અપ્રિલ, મે, જુન, જુલાઈ મહિનાના બીલ પેટે કુલ રૂપિયા 92, 70, 397 થી પણ વધારે રકમ ચૂકવેલ છે. જેને તપાસના દાયરામાં લાવવા માંગણી કરેલ છે.
  • . માર્ચ અને ઓગસ્ટ 2020 મહિનામાં પણ ઘણા દિવસોમાં ક્રેન દ્વારા કામ નહી કરાવવામાં આવેલ હોવા છતાં બંને મહિનાના બિલમાંથી કોઈ કપાત કરવામાં આવેલ નથી જે અંગે પણ તપાસ કરવા માટેની તપાસ કરાવવા માંગણી કરેલ છે.
  • – સુરત શહેરમાં દોડી રહેલ ટોઇંગ ક્રેનોની ગેરરીતિઓ, મોટર વેહીકલ એક્ટનો ભંગ તથા મહેરબાન પોલીસ કમિશ્નર, સુરત દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરના કેટલીક શરતોના ભંગ બદલ વારંવાર ફરિયાદ કરેલ હોવા છતાં અગ્રવાલ એજન્સી સામે આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરેલ નથી,. જે અંગે પણ તપાસ કરાવવા માંગણી કરેલ છે.
  • – માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 સુધી ટોઇંગ ક્રેનના ભાડા પેટે સુરત ટ્રાફિક પોલીસ દ્વરા ચુકાવેલ રકમ પણ ખોટી રીતે અને સત્તાના દુરુપયોગ કરીને ચૂકવેલ હોવાથી આ અંગે પણ તપાસ કરવા હુકમ કરવા માંગણી કરેલ છે.

Leave a Reply

Translate »