ઍક ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલને ૧૧ વર્ષની છોકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને પ્રેગનેન્ટ કરી દેવાના આરોપમાં કસૂરવાર ઠેરવી કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ભોગ બનનારી બાળકીના પિતા મજૂરીનું કામ કરે છે, અને તેની કપરી આિર્થક સ્થિતિને જાતાં કોર્ટે પિડિતાને ૧૫ લાખ રુપિયા વળતર આપવાનો પણ હુકમ કર્યો છે.
આ કેસમાં પટણા ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અવધેશ કુમારની સ્પેશિયલ કોર્ટે ગુનેગાર ઠરેલા પ્રિન્સિપાલ અરવિંદ કુમાર ઉર્ફે રાજ સિંઘાનિયા (ઉં. ૩૧ વર્ષ)ને ઍક લાખ રુપિયા દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે મુખ્ય આરોપીને મદદ કરનારા શિક્ષક અભિષેક કુમાર (ઉં. ૨૯ વર્ષ)ને પણ આજીવન કેદની સજા ફટકારી તેને ૫૦ હજારનો દંડ પણ કર્યો છે. દંડની રકમ પિડિતાને આપવા માટે કોર્ટે જણાવ્યું છે.
પ્રિન્સિપાલ અરવિંદ પોતે જ પટણામાં આવેલી ખાનગી સ્કૂલનો માલિક હતો. તેણે જુલાઈથી ઓગષ્ટ ૨૦૧૮ દરમિયાન તેની જ સ્કૂલમાં ભણતી ૧૧ વર્ષની છોકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. તેણે આચરેલા કૃત્યની ગંભીરતા જાતાં કોર્ટે જણાવ્યું હતું કે આરોપીને આ મામલે ફાંસીથી ઓછી કોઈ સજા ના થઈ શકે.
સરકારી વકીલ સુરેશ ચંદ્ર પ્રસાદના જણાવ્યા અનુસાર, અવારનવાર રેપ થયા બાદ ઍકવાર પિડિતાની તબિયત બગડી હતી. તેને અચાનક ઉલ્ટીઓ થવા લાગતા તેના માતા-પિતા તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં તે પ્રેગનેન્ટ હોવાનું ખૂલ્યું હતું. ૧૧ વર્ષની છોકરી પ્રેગનેન્ટ છે તે જાણી તેના મા-બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખરે છોકરીઍ આ અંગે બધી વાત કરતાં તેમણે પ્રિન્સિપાલ અને ઍક શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરતા સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ બંનેની ધરપકડ કરાઈ હતી.