કેન્દ્ર સરકારે આજે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મસ માટે નવી ગાઇડલાઇન રજૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, ફેસબુક , ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને નેટફ્લિકસ , અમેઝોન પ્રાઇમ , હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ માટે આ નવી ગાઈડલાઈન છે.
પ્રસાદે મીડીયાને કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓનું ભારતમાં વેપાર કરવા માટે સ્વાગત છે. તેના માટે અમે વખાણ કરીએ છીએ. વેપાર કરો અને પૈસા કમાઓ. સરકાર અસહમતિના અધિકારનું સમ્માન કરે છે પરંતુ એ ખૂબ જ જરૂરી છે કે યુઝર્સને સોશિયલ મીડિયાના દૂરઉપયોગને લઇ પ્રશ્નો ઉઠાવા માટે ફોરમ આપવામાં આવે. અમારી પાસે કેટલીય ફરિયાદો આવી કે સોશિયલ મીડિયા પર મોર્ફ તસવીરો શેર થઇ રહી છે. આતંકી ગતિવિધિઓ માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દૂરઉપયોગનો મુદ્દો સિવિલ સોસાયટીથી લઇ સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂકયો છે.
- સોશિયલ મીડિયા માટે સરકારની નવી ગાઇડલાઇનના કેટલાક મુદ્દા આ મુજબ છે
- બે પ્રકારની કેટેગરી પાડવામાં આવી જેમાં સોશિયલ મીડિયા ઇંટરમીડિયરી અને સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયા ઇંટરમીડિયરી
- બધાને ગ્રીવાંસ રીડ્રેસલ મેકિનેઝિમ બનાવવું પડશે. 24 કલાકમાં ફરિયાદ નોંધાશે અને 14 દિવસમાં ઉકેલવો પડશે
- જો યુઝર્સ ખાસ કરીને મહિલાઓના સમ્માન સાથે ખિલવાડની ફરિયાદ થઇ તો 24 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે
- સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયાને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર રાખવો પડશે જે ભારતનો રહેવાસી હશે
- એક નોડલ કોન્ટેક્ટ પર્સન રાખવા પડશે જે કાયદાકીય એજન્સીઓના ચોવીસ કલાક સંપર્કમાં રહેશે
- મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવો પડશે
- સોશિયલ મીડિયા પર કોઇ હરકત સૌથી પહેલાં કોણે કરી આ અંગે સોશિયલ મીડિયા કંપનીએ જણાવવું પડશે
- દરેક સોશિયલ મીડિયા કંપનીનું ભારતમાં એક સરનામું હોવું જોઇએ
- દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પાસે યુઝર્સ વેરિફિકેશનની વ્યવસ્થા હોવી જોઇએ
- સોશિયલ મીડિયા માટે નિયમ આજથી જ લાગૂ થશે. સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયા ઇંટરમીડિયરીને ત્રણ મહિનાનો સમય મળશે.
- OTT પ્લેટફોર્મ્સ માટેની ગાઇડલાઇન્સ આ મુજબ છે
- OTT અને ડિજિટલ ન્યૂઝ મીડિયાને પોતાની વિસ્તૃત માહિતી આપવી પડશે. રજીસ્ટ્રેશન જરૂરી નથી
- બંનેએ ગ્રીવાંસ રીડ્રેસલ સિસ્ટમ લાગૂ કરવી પડશે. જો ખોટી જણાશે તો જાતે જ રેગ્યુલેટ કરવું પડશે
- OTT પ્લેટફોર્મ્લને સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવવી પડશે જેને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કે કોઇ જાણીતી હસતી હેડ કરશે.