કેન્દ્રની ચેતવણી:દેશ આખો કોરોનાના બીજા વેવના જોખમી તબક્કામાં છે; સ્થિતિ વણસી રહી છે, જાગતા રહેજો

  • કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે

કેન્દ્ર સરકારે કોરોનાની બીજી લહેરને લઈને તમામ રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું કે દેશમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ને વધુ કથળી રહી છે. કેટલાંક રાજ્યો માટે આ પરેશાન કરનારી વાત છે. સરકારે કહ્યું હતું કે સમગ્ર દેશ જોખમમાં છે, એવામાં આ બાબતને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ.

સરકારે જણાવ્યું હતું કે કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે અને દિલ્હી પણ એક જિલ્લાના રૂપમાં આ યાદીમાં સામેલ છે. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે જે 10 જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે એમાં પુણે(59475), મુંબઈ(46248), નાગપુર(45322), થાણે(35264), નાસિક(26553), ઔરંગાબાદ(21282), બેંગલુરુ નગરીય(16259), નાંદેડ(15171), દિલ્હી(8032) અને અહમદનગર(7952) સામેલ છે. ટેક્નિકલ રૂપથી દિલ્હીમાં ઘણા જિલ્લા છે, જોકે એને એક જિલ્લાના રૂપમાં લેવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય પ્રણાલી નબળી પડવાનો ખતરોઃ પોલ
નીતિ આયોગના સભ્ય(હેલ્થ) વીકે પોલે કહ્યું હતું કે અમે ઘણી ગંભીર અને ખતરનાક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં. જોકે સમગ્ર દેશમાં જોખમ છે, આ કારણે વાયરસની ચેનને તોડવા માટે અને જિંદગીઓને બચાવવા માટે આપણે આપણી કોશિશ કરવી પડશે. તેમણે ચેતવણી આપી કે હોસ્પિટલ અને ICU સંબંધી તૈયારીઓ રાખવી પડશે. જો કેસ ઝડપથી વધ્યા તો સ્વાસ્થ્ય પ્રણાલી નબળી પડશે.

કેસ વધવાનું મોટું કારણ

  • મોટા ભાગનાં રાજ્યોમાં આઈસોલેશન યોગ્ય રીતે થઈ રહ્યું નથી. લોકોને ઘરે જ આઈસોલેટ કે ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવે છે, જોકે એની પર યોગ્ય નજર રખાઈ રહી નથી.
  • રાજ્યોમાં જે ગતિથી કેસ વધી રહ્યા છે એ હિસાબથી ટેસ્ટ કરાઈ રહ્યા નથી.
  • કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ઘટાડો આવ્યો છે.
  • કોવિડ એપ્રોપિયેટ બિહેવિયરનું પાલન થઈ રહ્યું નથી.

મહારાષ્ટ્ર-પંજાબમાં પોઝિટિવિટી રેટમાં વધારો
હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં છેલ્લા થોડો દિવસોથી કેસ વધ્યા છે. આ દરમિયાન સરેરાશ પોઝિટિવિટી રેટમાં વધારો નોંધાયો છે, સાથે જ કેટલાંક રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ભારતના સરેરાશથી વધુ છે. ભારતનો સરેરાશ પોઝિટિવિટી રેટ 5.65 ટકા છે, જ્યારે આ રાજ્યોનો એના કરતાં પણ વધુ છે. મહારાષ્ટ્રમાં 23.44 ટકા, પંજાબમાં 8.82 ટકા, છત્તીસગઢમાં 8.24 ટકા અને મધ્યપ્રદેશમાં 7.82 ટકાના દરથી સંક્રમણના કેસ વધી રહ્યા છે.

કોવેક્સિન અને કોવિશીલ્ડ બ્રાઝિલ અને UK વેરિઅન્ટ પર પણ પ્રભાવી
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના ખતરનાક બ્રિટન અને બ્રાઝિલિયન વેરિઅન્ટની વિરુદ્ધ કોવેક્સિન અને કોવિશીલ્ડની રસી અસરકારક છે. સરકારે આગળ જણાવ્યું હતું કે સંક્રમણના દક્ષિણ આફ્રિકન વેરિઅન્ટને લઈને રિસર્ચ ચાલુ છે. એનું રિઝલ્ટ ઝડપથી બહાર આવશે.

અત્યારસુધીમાં 1.21 કરોડ લોકો સંક્રમિત
દેશમાં છેલ્લા 24 કલાકમાં 53125 નવા કેસ આવ્યા, 41217 દર્દી સાજા થયા અને 355નાં મૃત્યુ થયાં છે. દેશમાં અત્યારસુધીમાં 1.21 કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થયા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. 5.49 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડ covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

Leave a Reply

Translate »