એક એવી પ્રેમકથા, જે પૂરી થવાનું નામ જ નથી લેતી, છેલ્લાં 4 વર્ષમાં માત્ર 1 વાર પ્લેઓફમાં ક્વોલિફાઇ થઈ RCB

  • કોહલી 2013થી IPLમાં RCBની કપ્તાની કરી રહ્યો છે પરંતુ સુધી ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી

ભારતીય ક્રિકેટની સૌથી મોટી બ્રાન્ડ છે વિરાટ કોહલી. તે જાણીતો છે પોતાનાં પેશન અને અગ્રેશન માટે. જોકે પેશન અને અગ્રેશન છતાંય તેની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બની શકી નથી. RCB ફ્રેન્ચાઇઝ અને ફેન્સ આ હારના ક્રમને ઇગ્નોર કરીને તેને સપોર્ટ કરે છે. 2013થી તેણે 8 વર્ષ પ્રયાસ કર્યા છતાં ટાઇટલ અપાવી શક્યો નથી, તોપણ તેને કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. આ વખતે IPL 2021માં કોહલી પર ટીમને મેડન ટાઇટલ અપાવવા માટેનું પ્રેશર ઓલટાઇમ હાઇ હશે.

આ વખતે રિપીટ થાય છે 2016વાળો અનેરો સંયોગ
કોહલીએ સીઝનની શરૂઆત પહેલાં જાહેરાત કર્યું છે કે તે ટૂર્નામેન્ટમાં ઓપનિંગ કરશે. કોહલીએ છેલ્લે આખી સીઝનમાં ઓપનિંગ કર્યું હોય એવું 2016માં બન્યું હતું; ત્યારે બેંગલોરની ટીમ રનરઅપ રહી હતી તેમજ કોહલી 973 રન સાથે સિંગલ સીઝનમાં સર્વાધિક રન કરનાર બેટ્સમેન બન્યો હતો. અન્ય એક ખાસ વાત એ છે કે ત્યારે પણ સીઝનની પહેલી મેચ 9 એપ્રિલે રમાઈ હતી અને આ વખતે પણ 9 એપ્રિલના રોજ જ ટૂર્નામેન્ટનો શુભારંભ થવાનો છે. તો 2016માં ભારતમાં T-20 વર્લ્ડ કપ રમાયો હતો અને આ વખતે પણ ભારતમાં T-20 વર્લ્ડ કપ રમાશે. ચાલો, હવે રી-કોલ કરીએ વિરાટની IPL જર્ની…

કોહલીના નામે છે લીગની એક સીઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ.

કોહલીના નામે છે લીગની એક સીઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ.

ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત
2008ના સમરમાં 19 વર્ષનો ગોળમટોળ દિલ્હીનો યુવા ખેલાડી રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે કેવું પ્રદર્શન કરી રહ્યો છે એમાં કોઈને રસ નહોતો, કારણ કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને વિરેન્દ્ર સેહવાગ એકબીજા સામે રમવાના હતા. વીવીએસ લક્ષ્મણ એડમ ગિલક્રિસ્ટ સાથે રમવાનો હતો, તો હરભજન સિંહ એમએસ ધોનીને બોલિંગ કરવાનો હતો.

કોહલીની ઓક્શનમાં હરાજી નહોતી થઈ
અનકેપ્ડ કોહલીને બેંગલોરે 30 હજાર યુએસ ડોલરમાં ખરીદ્યો હતો. તેની ઓક્શનમાં હરાજી થઈ ન હતી. 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ટીમ-સિલેક્શનની ખૂબ નિંદા થઈ હતી. ટી-20 ક્રિકેટમાં તેમણે ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજોને લીધા હતા, પરંતુ તેમની થિન્ક-ટેન્કમાં જેણે પણ થોડા મહિના પહેલાં ભારતને વર્લ્ડકપ જિતાડનાર કોહલીને લેવાનો નિર્ણય કર્યો તે માસ્ટરસ્ટ્રોક પુરવાર થયો હતો.

કોહલીની હજી સુધી ઓક્શનમાં હરાજી થઈ નથી. અનકેપ્ડ કોહલીને બેંગલોરે 30 હજાર યુએસ ડોલરમાં ખરીદ્યો હતો.

કોહલીની હજી સુધી ઓક્શનમાં હરાજી થઈ નથી. અનકેપ્ડ કોહલીને બેંગલોરે 30 હજાર યુએસ ડોલરમાં ખરીદ્યો હતો.

2011ના વર્લ્ડ કપ પછી લીગમાં ચમક્યો વિરાટનો સિતારો
2008ની સીઝનમાં કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેણે 13 મેચમાં 15ની એવરેજથી 165 રન જ કર્યા હતા. 2009 સુધીમાં કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટર બની ગયો હતો. તેણે IPLની બીજી સીઝનની 16 મેચમાં 1 અર્ધસદી ફટકારતાં 246 રન કર્યા હતા. 2010માં કોહલી વધુ કોન્ફિડન્સ સાથે મેદાન પર ઊતર્યો હતો અને તેણે 16 મેચમાં 307 રન કર્યા હતા. તેણે પોતાની રમતની ઝડપમાં પણ સુધારો કર્યો હતો. 2011માં વર્લ્ડ કપમાં સારું યોગદાન આપ્યા પછી કોહલી IPLમાં પહેલીવાર સરખી રીતે ચમક્યો હતો. તેણે 16 મેચમાં ચાર અર્ધસદી સાથે 557 રન કર્યા હતા. RCBએ 2008માં અનકેપ્ડ પ્લેયર પર રમેલો જુગાર હવે ફળી રહ્યો હતો.

2012ની સીઝન પછી ફિટનેસ પર ધ્યાન આપ્યું
2012ની સીઝન કોહલીના સ્ટાન્ડર્ડ પ્રમાણે નિરાશાજનક રહી હતી. તેણે માત્ર 111.65ની સ્ટ્રાઇક રેટથી 364 રન કર્યા હતા. આ એ સમય હતો, જયારે કોહલીને રિયલાઇઝ થયું હતું કે તેણે ફિટનેસ પર ધ્યાન આપવાની જરૂર છે. તેણે પોતાનું રુટિન ચેન્જ કર્યું અને ફિઝિકલ ફિટનેસ પર ગેમ કરતાં વધુ ધ્યાન આપ્યું હતું.

કોહલીના નામે IPLમાં સૌથી ઝડપી (165 ઇનિંગ્સમાં) 5 હજાર રન બનાવવાનો રેકોર્ડ છે.

કોહલીના નામે IPLમાં સૌથી ઝડપી (165 ઇનિંગ્સમાં) 5 હજાર રન બનાવવાનો રેકોર્ડ છે.

2016માં જોવા મળ્યું હતું કોહલીનું વિરાટ સ્વરૂપ
2013નું વર્ષ કોહલી માટે “ડ્રીમ કમ ટ્રુ” જેવું હતું. તેને બેંગલોરનો કેપ્ટ્ન બનાવવામાં આવ્યો હતો. તેણે 16 મેચમાં 6 અર્ધસદી સાથે 634 રન કર્યા હતા. તે 99 રને રનઆઉટ થતાં સદી ફટકારવા ચૂકી ગયો હતો. 2014ની સીઝન કોહલી માટે સાધારણ રહી હતી. તેણે 359 રન કર્યા હતા. થોડા મહિના પછી ઇંગ્લેન્ડની ટૂરમાં તેણે 10 ટેસ્ટમાં માત્ર 134 રન કર્યા હતા, જોકે એ પછી ઓસ્ટ્રેલિયામાં 4 સદી ફટકારી પાછો ફોર્મમાં આવ્યો હતો. 2015માં કોહલીએ IPLમાં ત્રીજીવાર 500 રનનો આંક વટાવ્યો હતો. તેણે 505 રન કર્યા હતા, જોકે 2016માં કોહલીએ 2015ના પ્રદર્શનને સાધારણ સાબિત કર્યું હતું. આ વખતે તેણે 152.03ની સ્ટ્રાઈક રેટથી 973 રન કર્યા હતા. તેણે 4 સદી ફટકારી હતી અને બેંગલોરને ફાઇનલ સુધી પહોચાડ્યું હતું, જોકે એ રનરઅપ રહી હતી. વિરાટ બેંગલોરને આઇપીએલ ટ્રોફી જિતાડી શક્યો નહોતો.

કોહલી 2013થી બેંગલોરનો કેપ્ટન છે પણ હજી સુધી ચેમ્પિયન બનાવી શક્યો નથી.

કોહલી 2013થી બેંગલોરનો કેપ્ટન છે પણ હજી સુધી ચેમ્પિયન બનાવી શક્યો નથી.

છેલ્લાં 4 વર્ષમાં માત્ર એકવાર પ્લેઓફમાં પહોંચી છે વિરાટસેના
2017માં કોહલીએ ઇજાને લીધે 4 મેચ ગુમાવી હતી, બાકીની 10 મેચમાં તેણે 308 રન કર્યા હતા. 3 સીઝનમાં ચેમ્પિયન ન બનાવી શક્યો હોવા છતાં બેંગલોરે તેને કેપ્ટ્ન તરીકે જાળવી રાખ્યો હતો. 2018માં બેંગલોરે તેને 17 કરોડમાં રિટેન કરતાં તે IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેણે 14 મેચમાં 4 અર્ધસદીની મદદથી 530 રન કર્યા હતા. કોહલી લીગમાં છેલ્લી બે સીઝનથી 500 રન બનાવી શક્યો નથી. તેણે 2019માં 14 મેચમાં 33.14ની એવરેજથી 464 રન અને 2020માં 42.36ની એવરેજથી 466 રન બનાવ્યા હતા. 2016માં રનરઅપ રહ્યા બાદ બેંગલોર ટીમ છેલ્લાં 4 વર્ષમાં માત્ર એકવાર પ્લેઓફમાં પહોંચી છે.

પ્રેમકથા પૂરી થશે કે અધૂરી રહેશે?
વિરાટ ઓવરઓલ લીગમાં 38.16ની એવરેજથી 5878 રન બનાવી ચૂક્યો છે અને આ સીઝનમાં 6 હજાર રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન બનશે, જોકે છેલ્લી 2 સીઝનથી 500 રનનો આંક ન વટાવ્યો હોવાથી તેની પાસેથી ફેન્સને બહુ આશા છે. કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટને IPLમાં કઈ હાંસિલ કરવાનું બાકી હોય તો એ ટાઇટલ છે. એબી ડિવિલિયર્સ ઉપરાંત હવે ગ્લેન મેક્સવેલની હાજરીમાં શું RCB ફાઇનલી ટ્રોફી ઉપાડશે કે આ પ્રેમકથા વધુ એક વર્ષ અધૂરી રહેશે?

Leave a Reply

Translate »