- આ એગ્રીમેન્ટ દૂરસંચાર વિભાગ દ્વારા જાહેર થયેલા સ્પેક્ટ્રમ ટ્રેડિંગની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યો
- નવા સ્પેક્ટ્રમ જોડાવાથી રિલાયન્સ જિયોનું બેઝિક સ્ટ્રક્ચર અને નેટવર્ક ક્ષમતા વધારે સારી થશે
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે ભારતી એરટેલ લિમિટેડ સાથે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ કરાર કર્યો છે. તે અંતર્ગત આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મુંબઈ સર્કલના 800MHz બેન્ડમાં સ્પેક્ટ્રમના અધિકાર ખરીદવામાં આવ્યા છે. રિલાયન્સ જિયો 800MHz બેન્ડમાં આંધ્ર પ્રદેશમાં 3.75, દિલ્હીમાં 1.25 અને મુંબઈમાં 2.50 MHz વધારે સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી પોતાના ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપી શકશે. આ 3 સર્કલમાં રિલાયન્સ જિયો પાસે કુલ 7.5 મેગાહર્ટ્સ વધારાના સ્પેક્ટ્રમ અવેલેબલ હશે.
આ ટ્રેડિંગ એગ્રીમેન્ટ દૂરસંચાર વિભાગ દ્વારા જાહેર થયેલા સ્પેક્ટ્રમ ટ્રેડિંગની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યો છે. તમામ કાયદાકીય અનુમોદન પછી આ કરાર લાગુ થશે. સ્પેક્ટ્રમ ખરીદવા માટે રિલાયન્સ જિયો કુલ 1497 કરોડ રુપિયાની ચૂકવણી કરશે. તેમાં ડેફેરડ પેમેન્ટ હેઠળ 459 કરોડ રૂપિયાની ચૂકવણી પણ સામેલ છે.
સ્પેક્ટ્રમના ઉપયોગ માટે થયેલા કરાર બાદ રિલાયન્સ જિયો પાસે મુંબઈ સર્કલના 800MHz બેન્ડમાં 2X15MHz સ્પેક્ટ્રમ અને આંધ્ર પ્રદેશ અને દિલ્હી સર્કલમાં 800MHz બેન્ડમાં 2X10MHz સ્પેક્ટ્રમ અવેલેબલ હશે. તેને લીધે આ સર્કલમાં સ્પેક્ટ્રમ આધારિત ગ્રાહક સર્વિસને વધારે મજબૂત કરી શકાશે. આશા છે કે નવા સ્પેક્ટ્રમ જોડાવાથી રિલાયન્સ જિયોનું બેઝિક સ્ટ્રક્ચર અને નેટવર્ક ક્ષમતા વધારે સારી થશે.