ત્રીજી લહેરમાં મેન પાવર ક્યાંથી લાવશો ? બાળકો સંક્રમિત થશે તો શું કરશો ? સુપ્રીમના કેન્દ્રને સવાલ

રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસ, હોસ્પિટલમાં બેડ તથા ઓક્સિજનની અછત જેવા વિવિધ મુદ્દા પર કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની બાકી છે. એવામાં દિલ્હીમાં ઓક્સિજનની અછત ન સર્જાવવી જોઈએ. આ સિવાય કોર્ટે કહ્યું નોંધ્યું કે વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેરની વાત કરી રહ્યાં છે. તેમાં બાળકો અસરગ્રસ્ત થાય તેવી શકયતા છે. રસીકરણ અભિયાનમાં બાળકો માટે વિચારવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે સમગ્ર દેશમાં ઓક્સિજન સપ્લાય પર ધ્યાન આપવું જોઈએ. આ સિવાય કોર્ટે કહ્યું કે ઓક્સિજનનું ઓડિટ કરાવવા અને તેના એલોટમેન્ટની રીતો પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત છે.  સુપ્રીમે કોર્ટે કહ્યું કે, આપણે મહામારીની બીજા તબક્કામાં છીએ, પરંતુ આજે આપણે તૈયારી કરશું ત્યારે જ ત્રીજા તબક્કાનો મક્કમતાથી સામનો કરી શકીશું.

માતા પિતા હોસ્પિટલમાં રહેશે કે બાળકોની સંભાળ લેશે?

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, વૈજ્ઞાનિકોનો રિપોર્ટ છે કે ત્રીજી લહેર શરૂ થઈ શકે છે. જો બાળકો સંક્રમિત થશે તો તેમના મા-બાપ શું કરશે. હોસ્પિટલમાં રહેશે કે સારવાર કરશે, તમારો શું પ્લાન છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આપણે ટેકનોલોજીથી સારવાર કરી શકે તેવી ડોક્ટરોની ટીમ તૈયાર કરી શકીએ છીએ. બીજી લહેરને હેન્ડલ કરવા મેન પાવર નથી તો ત્રીજી લહેર માટે પણ આપણી પાસે મેન પાવર નહીં હોય, શું આપણે ફ્રેશ ગ્રેજ્યુએટ ડોક્ટર અને નર્સનો ઓછો ઉપયોગ કરીએ છીએ. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, ત્રીજી લહેરમાં ડોક્ટર અને નર્સ થાકી ગયા હશે ત્યારે શું કરશો. કોઈ બેકઅપ તૈયાર કરવો પડશે. દેશમા એક લાખ ડોક્ટર અને અઢી લાખ નર્સ ઘરમાં બેઠા છે, તેઓ ત્રીજી લહેરમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે છે. એક લાખ ડોક્ટરો નીટ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે શું તમારી પાસે આ અંગે કોઈ પ્લાન છે.

Leave a Reply

Translate »