કોરોનાના હાહાકાર વચ્ચે હવે મ્યુકર માઈકોસીસે એટલે કે બ્લેક ફંગસે લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે. આ બિમારીનો ઈલાજ ખુબ મોંઘો છે. અને તેની સારવારમાં વપરાતા ઇન્જેક્શન પણ ખુબ મુશ્કેલીથી મળે છે. સરકારે તેને પણ એપેડેમિક જાહેર કરી છે ત્યારે હૈદરાબાદ આઈઆઈટીએ એક રાહતના સમાચર આપ્યા છે. IIT હૈદરાબાદની એક રિસર્ચર ટીમે બ્લેક ફંગસના ઈલાજમાં વપરાતું કારગર એક ટેબ્લેટરૂપી સોલ્યુશન શોધી કાઢ્યું છે. જેને મોઢા દ્વારા દર્દીને આપવામાં આવે એમ છે.
IIT એ શનિવારે એક પ્રકાશનમાં કહ્યું હતું કે 60 મિલિગ્રામ દવા દર્દી માટે અનુકૂળ છે અને ધીમે ધીમે શરીરમાં નેફ્રોટોક્સિસિટી (કિડની પર દવાઓ અને રસાયણોની આડઅસર) ઘટાડે છે. મોઢા દ્વારા લેવામાં આવતી આ એક ટેબ્લેટ છે. જે માત્ર 60 મિલીગ્રામની છે. અને તેની કિંમત માત્ર 200 રૂપિયા જ છે.બે વર્ષથી આ રિસર્ચર આ રિસર્ચ પર કામ કરી રહ્યો હતો, હવે તેને તેના સંશોધન પર પૂરો વિશ્વાસ છે. તેનું માનવું છે કે આને મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે આપી શકાય એમ છે. આ સોલ્યુશનની એક ખાસ વાત છે કે આ ખુબ સસ્તું છે.
આ રિસર્ચ પર કોણે કોણે કામ કર્યું ?
પ્રોફેસર સપ્તઋષિ મજુમદાર, ડો.ચંદ્ર શેખર શર્મા અને તેમના પીએચડી વિદ્વાનો મૃણાલિની ગેધાને અને અનંદિતા લાહા છેલ્લા બે વર્ષથી આઇઆઇટી હૈદરાબાદમાં આ સોલ્યુશન પર કામ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ રોગ કોરોના પછી અસ્તિત્વમાં આવ્યો એવું નથી. આ રોગ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે.“બે વર્ષના અભ્યાસ પછી, સંશોધનકારોને વિશ્વાસ છે કે આ શોધને મોટા પાયે ઉત્પાદન માટે યોગ્ય ફાર્મા ભાગીદારને આપી શકાય એમ છે.” સંસ્થાએ એમ પણ કહ્યું કે “બ્લેક ફંગસ અને અન્ય ફંગસની સારવાર માટે હાલમાં દેશમાં કાલાજારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને તેની ઉપલબ્ધતા અને પોષણક્ષમ દરને ધ્યાનમાં રાખીને આ દવાના તાત્કાલિક પરીક્ષણની મંજૂરી આપવી જોઈએ.”સંશોધન કાર ડોક્ટર શર્માએ કહ્યું કે આ તકનીક બૌદ્ધિક સંપત્તિ હકોથી મુક્ત રાખવામાં આવી છે જેથી તે લોકોને પોસાય અને સુલભ દરે મોટા પાયે ઉપલબ્ધ થઈ શકે.