વેક્સિન મુકાવી આવાે અને બાલ-દાઢી ફ્રી કરાવાે, આ પ્રદેશના સલૂન માલિકે સ્કીમ કાઢી


બિહારના દરભંગા જીલ્લામાં એક સલૂનના માલિકે કોવિડ વેક્સિન લીધેલા લોકોને ફ્રી હેરકટ અને શેવિંગ કરી આપવાની સ્કીમ બહાર પાડી છે. વેક્સિન લઈ આવનાર તેનું સર્ટિફિકેટ બતાવશે તાે તેને આ સેવા વિના મૂલ્યે આપવામાં આવશે. વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે સલૂન માલિકની આ આેફરને વખાણવામાં આવી રહી છે. અત્યાર સુધી 200થી વધારે કસ્ટમર આ ફ્રી સર્વિસનો લાભ ઉઠાવી ચૂક્યા છે.
રિપાેર્ટ મુજબ સલૂનના માલિક શંભુ કુમાર ઠાકુરે કહ્યું, વેક્સિનેશન ડ્રાઈવને પ્રમોટ કરવા માટે હું સમગ્ર જીલ્લામાં વેક્સિનેટેડ લોકોને ફ્રી સર્વિસ આપી રહ્યો છું. ફ્રીમાં સર્વિસનો લાભ ઉઠાવવા માટે કસ્ટમરે વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ અથવા તો વેક્સિન લેતા હોય ત્યારનો ફોટો પ્રૂફ તરીકે બતાવવાનો રહેશે.
શંભુ કુમારની આ ઓફર આખા શહેરમાં વાયુવેગે ફેલાઈ ગઈ છે. તેણે કહ્યું, લોકોને વેક્સિન લેવા તૈયાર કરવા માટે રાજ્ય સરકાર ઘણા દિવસોથી મહેનત કરી રહી છે. તેઓ જો આટલી મહેનત કરે છે તો અમારે પણ તેમની મદદ કરવી જોઈએ. શંભુ કુમારે તેની સલૂનની બહાર આ ઓફરનું બોર્ડ મૂક્યું છે. અત્યાર સુધી 200થી વધારે કસ્ટમર આ ફ્રી સર્વિસનો લાભ ઉઠાવી ચૂક્યા છે.

Leave a Reply

Translate »