સુરતના મોટા વરાછાની વૃંદાવન સોસાયટી ખાતે રવિવારે મોડીરાતે છાપો મારીને સુરત શિક્ષણ સમિતિના નવ નિયુકત સભ્ય રાકેશ ભીકડિયા સહિત 9ને દબોચી લીધા હતા. શરૂઆતમાં મામલો રફેદફે કરવા માટે ભારે ધમપછાડા થયા હતા પરંતુ મામલો ખૂબ ગાજતા પોલીસે ગુનો નોંધી નવની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ભીખડીયા શિક્ષણ સમિતિમાં નિયુક્ત થયા તે સમયે તેમનો બિન્દાસ્ત દારૂની પાર્ટી કરતો વીડીયો પર ખૂબ વાઈરલ થયો હતો અને આવા સભ્યોને પરાણે શિક્ષણ સમિતિમાં ક્રોસ વોટિંગ કરાવી લેવા બાબતે વિવાદ ઉભો થયો હતો. આમ આદમી પાર્ટીએ પણ આ મામલે સામાન્ય સભા ગજગજાવી હતી. પોલીસ ફરિયાદ પણ થઈ હતી.
અમરોલી પોલીસે પકડેલા આરોપી પૈકી રાકેશ ભીકડિયા, નરેન્દ્ર ધાનાણી , દિનેશ ઉર્ફે બાલો, કનુ ઉર્ફે રમેશ પટેલ, ઘનશ્યામ વણઝારા , મૌલિક કાતરોડિયા , અજય વસાણી , મનસુખ રાસડિયા , કેતન ઠક્કર , કિનશ માંડવાણિયા સામેલ છે.