કેપી ગ્રુપએ નવો પથ તૈયાર કર્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી ઈતિહાસ રચ્યો

News Networks Surat

કેપી ગ્રુપના વિઝનરી ચેરમેન-મેનેજીંગ ડિરેક્ટર ફારુક જી. પટેલે સાયન્ટિફિક એનાલિસીસ કરાવીને નવું સાહસ ખેડ્યું અને સાત પવનચક્કી ભરૂચ જિલ્લાના કોરા ગામમાં ઈન્સ્ટોલ કરી

અત્યારસુધી ભાવનગર, પોરબંદર અને કચ્છ રિજ્યનમાં જ પવનચક્કી માટે અનુકૂળ માહોલ હોવાનું જણાતું હતું પરંતુ દક્ષિણ ગુજરાત પણ તે માટે યોગ્ય હોવાનું સાબિત કરી દેખાડ્યું.

  • સ્ટોરી- રાજા શેખ, સુરત: (98980 34910)

રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતા ઈન્ડિયાના અગ્રેસર અને સુરત સ્થિત કેપી ગ્રુપ દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો છે. કેપી ગ્રુપના નેજા હેઠળ ચાલતી કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ(એનએસઈ-બીએસઈ લિસ્ટેડ) ના ફાળે દક્ષિણ ગુજરાતની ધરતી પર સૌપ્રથમવાર હાઈબ્રિડ પોલીસે અંતર્ગત વિન્ડ ટર્બાઈન ઈન્સ્ટોલ કરીને તેને કમિશનિંગ કરવાનું શ્રેય જાય છે. કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી ફારુક જી. પટેલના વિઝન અને સાયન્ટિફિક એપ્રોચને કારણે આ પ્રોજેક્ટ આગળ વધ્યો અને કંપનીએ હાઈબ્રિડ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના કોરા ગામ ખાતે કુલ 7 વિન્ડ ટર્બાઈન નાંખી છે, જ્યારે સારોજ અને સામોજમાં સોલાર પ્લાન્ટ નંખાયો છે. અત્યારસુધી પવન ચક્કી માટે શ્રેષ્ઠ હવા ગુજરાતના ભાવનગર, પોરબંદર, કચ્છ સહિતના વિભાગો મહત્વના મનાતા હતા પરંતુ કેપી ગ્રુપના આ ખૂબ જ અભ્યાસુ સાહસથી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રને નવી દિશા મળી છે અને દક્ષિણ ગુજરાતમાં પવનચક્કી સેક્ટરમાં નવા બીજ રોપાયા છે.


કંપનીના સીએમડી શ્રી ફારુક જી. પટેલે કહ્યું કે, ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી રિન્યુએબલ એનર્જી પોલિસીને કારણે પ્રોજેક્ટ સરળતાથી પૂરો કરી શકાયો. ટર્બાઇનની ત્વરિત જોગવાઈ કરવા બદલ સુઝલોન અને સેવિયોન કંપનીનો પણ આભાર વ્યક્ત કર્યો. શ્રી ફારુક પટેલે નોવિયો જ્વેલરી એલએલપીના પ્રમોટર શ્રી બકુલ લિમ્બાસિયાનો વિશેષ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓએ અમારી કંપનીના વિઝનમાં પ્રથમ વિશ્વાસ કરીને રોકાણ કર્યું. તેઓએ ભરોસો મુકવા બદલ સ્ટેકહોલ્ડર્સનો પણ આભાર વ્યક્ત કર્યો. શ્રી ફારુકે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 500 ગીગાવોટ્સના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યમાં અમે પણ યોગદાન આપી રહ્યાં છે તે અમારા માટે ગર્વની વાત છે.


આ સાત વિન્ડ ટર્બાઈનો નોવીયો જ્વેલરી એલએલપી, ગ્રીન લેબ ડાયમંડ, , મોનો સ્ટીલ માટે સીપીપી હેઠળ અને એક ટર્બાઈન કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.એ પોતે આઈપીપી હેઠળ ઈન્સ્ટોલ કરી છે.

ઈન્સ્ટોલેશન દરમિયાનનો વીડીયો જુઓ…..


કેપી ગ્રુપ દક્ષિણ ગુજરાતમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવા માટે આતુર છે અને તે વર્ષ 2025 સુધીમાં 2 ગીગાવોટ્સ સોલાર-વિન્ડ પ્રોજેક્ટ કરવાનો લક્ષ્ય ધરાવે છે.

Leave a Reply

Translate »