વ્હોટ્સઍપની દાદાગીરી અોછી પડી ઃ સ્ટેટ્સ મુકી લોકો સુધી પ્રાઈવેસિ પોલીસીના મેસેજ મોકલ્યાં

પ્રતિકાત્મક તસવીર

આજે અચાનક જ વોટ્સએપ સ્ટેટ્સમાં ઍવો મેસેજ આવ્યો કે યુઝર્સમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો. વોટ્સએપ પોલિસીમાં (Privacy Policy)માં થયેલા ફેરફારોને લઇ આકરી ટીકાઅોનો સામનો કરી રહેલા વ્હોટ્સઍપ (ષ્ર્ત્ર્ીદ્દસ્ન્ખ્ષ્ટષ્ટ)ઍ પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઍ હાલમાં નવી પોલિસીને મુલતવી રાખી છે અને આની સાથે કંપની સતત ડેમેજ કંટ્રોલમાં લાગી ગઇ છે. વોટ્સઍપે અનેક રાઉન્ડની સ્પષ્ટતા કર્યા બાદ આજે (રવિવારે) સ્ટેટસ લગાવીને લોકોને Privacy Policyને લઇ લોકો સુધી પહોંચવાની કોશિષ કરી.
આપને જણાવી દઇઍ કે વ્હોટસઍપ ઍ તાજેતરમાં Privacy Policyમાં ફેરફાર કર્યો હતો અને યુઝર્સને તેનું નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું હતું કે વ્હોટસઍપનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં નવી શરતોને અક્સેપ્ટ કરવી પડશે. ત્યારબાદ ચર્ચા શરૂ થઇ અને કંપનીને પોલિસીને સ્થગિત કરવી પડી છે. વ્હોટસઍપ ઍ (રવિવારે)ના રોજ ચાર સ્ટેટસ લગાવીને Privacy Policy પર સ્પષ્ટતા કરવાની કોશિષ કરી છે.
વોટ્સઍપે ઍ પહેલા સ્ટેટસમાં જણાવ્યું છે કે અમે તમારી (યુઝર્સ) ગોપનીયતા (ભ્શ્વર્જ્ઞ્રુણૂક્ક) માટે પ­તિબદ્ધ છીઍ. તેની સાથેજ સુરક્ષાને લઇ ફેલાયેલ ખોટી માહિતી પર સ્પષ્ટ માહિતી આપી. બીજા સ્ટેટસમાં વોટ્સઍપઍ કહ્યું કે, ‘વોટ્સઍપ પરની બધી ચેટ્સ ઍન્ડ-ટુ-ઍન્ડ ઍન્ક્રિપ્શનથી સુરક્ષિત છે અને કોઇ તમારી વ્યક્તિગત ચેટ વાંચી અથવા સાંભળી શકતું નથી.’

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »