સુરતના રાકેશ એટલે ’રેલવે’

સુરતના રાકેશ એટલે ’રેલવે’

સ્ટોરી: રાજા શેખ (98980 34910)

સુરતના રાકેશ એટલે રેલવે કહેવું અતિશિયોક્તિ નહીં ગણાવાય. રાકેશ શાહનું નામ ભારતીય રેલવેમાં હંમેશા તેમની કામગીરીને લઈને ગુંજતું રહ્યું છે. રાકેશની નશેનશમાં રેલવે સમાયેલું છે. યાત્રીઓના હિત માટે લગાતાર તેઓ 22 વર્ષથી મુદ્દા ઉઠાવતા આવ્યા છે અને વિકાસ કરાવતા આવ્યા છે એટલે જ ભાજપા તેમને વારંવાર પોખાવતું રહ્યું છે. ડીવિઝનલ (ડીઆરયુસીસી) કે ઝોનલ (ઝેડઆરયુસીસી) અને નેશનલ (એનઆરયુસીસી) રેલવે યુઝર્સ કમિટીમાં તેઓ વર્ષ 2002થી આજ પર્યપ્ત (2024) સુધી પદ મેળવી રહ્યાં છે. રેલવે ડિપાર્ટમેન્ટ સાથે તેમના આટલા વિશાળ અનુભવને જોતા રેલવેનો પ્રશ્ન આવે એટલે રાકેશને જ ભાજપાના મોટા નેતા યાદ કરે છે. પાર્ટીલાઈનના રેલવેના વિકાસકામોના પ્રેઝન્ટેશનમાં પણ તેમને સ્થાન અપાય છે. આમ તો રાકેશ શાહ વર્ષ 1987થી ભાજપામાં સક્રિય થયા અને સુરત મહાનગર પાલિકાના ઉમેદવાર બલ્લુભાઈ લિંબાચિયા અને સ્વ. હેમંત ચપટવાળાના ચૂંટણી પ્રચારમાં જોડાયા. ત્યારથી અત્યારસુધી લગાતાર વફાદારીને કારણે તેઓ પાર્ટીમાં તેમજ યાત્રીગણમાં એક ‘રેલવે મિનિસ્ટર’ જેવી જગ્યા બનાવવામાં કામ્યાબ થયા છે. તેમના વિના રેલવે અધૂરું છે અને રેલવે વિના તેઓ અધૂરા છે તેવું કહીં શકાય.

આના પરથી તમે સમજી શકો કે રાકેશ એટલે રેલવે!

  • ડીઆરયુસીસી પદે: પશ્રિમ રેલવેમાં પાંચ ટર્મ ડીઆરયુસીસી મેમ્બર રહ્યાં. જેમાં  વર્ષ 2002થી 2004, 2005થી 2006,  2008થી 2009, વર્ષ 20012થી 2023, વર્ષ 2014થી 2016નો કાર્યકાળ કહીં શકાય.
  • ઝેડઆરયુસીસી પદે: ત્રણ ટર્મ રહ્યાં. જેમાં વર્ષ 2007થી 2008, 2010થી 2011 અને 2012થી 2013 સુધી રહ્યાં.
  • એનઆરયુસીસી મેમ્બર: આ પદે તેઓ એક વર્ષ વર્ષ 2013થી 2014માં રહ્યાં. નોંધનીય છે કે, આ સમયે કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ યુતિની સરકાર હતી અને મોટાભાગના સભ્યો કોંગ્રેસના હતા. તેમ છતાં તેઓ પોતાની યાત્રીઓના હીતની નીતિને કારણે કોંગ્રેસી સભ્યોના પણ મત મેળવી શક્યા અને એનઆરયુસીસી મેમ્બરે બિરાજ્યા.
  • રાકેશ શાહ સાઉથ ગુજરાત રેલવે ફર્સ્ટક્લાસ પેસેન્જર એસોસિયેશન (વાપીથી વડોદરા)ના વર્ષ 2002થી સ્થાપક પ્રમુખ છે અને  તેઓએ ઈન્ટરસિટી ટ્રેનમાં દર વર્ષે સત્ય નારાયણ કથા શરૂ કરવાનો ચીલો ઊભો કરી તેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓને બોલાવતા અને યાત્રીઓની સમસ્યાઓનું સમાધાન પણ આ વખતે સાંધતા. તેમના આ સંગઠને વર્ષ 2006ના પુર બાદ સીએમ રાહત ફંડમાં રૂ.75000ની રાશિ પણ આપી હતી.
  • રાકેશ શાહે આમ તો સુરત રેલવેના પ્રશ્નો સ્થાનિક સ્ટેશન સલાહકાર સમિતિમાં વર્ષ 1995થી ઉઠાવતા આવ્યા છે. તેમના ખાતામાં સુરત રેલવે સ્ટેશનના પીક્યુ અને વીઆઈપી ક્વોટામાંથી જનરલ ક્વોટામાં તબદીલ કરાવીને તે વધારવાનો સૌથી મોટી સિદ્ધિ છે. સુરતમાં વીઆઈપી ક્વોટામાં ટિકિટ મેળવવી તે લોઢાના ચણા ચાવવા બરાબર બાબત હતી તે સુરતને ફાળે લાવ્યા. બસો ક્વોટા પરથી આજે લગભગ ત્રણ હજાર ક્વોટા લાવી તેને દરેક પ્રિમિયમ ટ્રેનોમાં લાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી.
  • સંપર્કક્રાંતિ ટ્રેન, દુરન્તો ટ્રેન, રાજધાની, અગષ્ટક્રાંતિ ટ્રેન સહિત 25 જેટલી પ્રિમિયમ ટ્રેનોને સુરતના સ્ટોપેજ અપાવ્યા. જ્યારે તેમના ગાઈડન્સ હેઠળ ભાજપા સુરતને 40 નવી ટ્રેનો અપાવવામાં સફળ રહ્યું.
  • સુરત રેલવે સ્ટેશન તેમજ ઉધના રેલવે સ્ટેશનના વિકાસ માટે સંખ્યાબંધ રજૂઆતો.
  • યુપીએના કાર્યકાળમાં ઉધના રેલવે સ્ટેશને રેલરોકો આંદોલનમાં તેમની મહત્વની ભૂમિકા.
  • પ્લેટફોર્મ ટિકિટના દરો વધારીને રૂ.20 કરી દેવાયા હતા તેને ફરી ઘટાડીને રૂ. 5 કરાવડાવ્યા.
  • 90 ટકા વિસ્તાર ગુજરાતમાં હોવા છતા પશ્ચિમ રેલવેનું વડુ મથક મુંબઈ છે તે સુરત ખસેડવા છેલ્લા 20 વર્ષથી લડત ચલાવી રહ્યાં છે.
  • બિલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન બંધ કરવાનો નિર્ણય ફરી પશ્ચિમ રેલવે પાસે બદલાવીને આ રૂટ ચાલુ રખાવ્યો.
  • દિવ્યાંગ-સ્ત્રીઓના કોચ વધારવા, 50થી વધુ ટ્રેનોમાં કોચ વધારવા સહિતમાં તેમની મહત્વની ભૂમિકા. ઉધનાથી ત્રીજી ટ્રેક લાઈન બિછાવવા પણ તેમણે લડત ચલાવી.

ભાજપાના સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે પણ અનેક કાર્યો કર્યા…

કીમ ખાતે ગ્રે કાપડ મેન્યુફેક્ચરિંગનું યુનિટ ધરાવતા તેમજ તરનજ્યોત કંપનીમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા રાકેશ શાહ હાલ પેસેન્જર સર્વિસ કમિટી, મિનિન્સ્ટ્રી ઓફ રેલવે-ન્યૂ દિલ્હીના સભ્ય છે અને સુરત મનપા સ્કૂલ બોર્ડના સભ્ય છે. તેઓ ભાજપા યુવા મોર્ચામાં પ્રદિપસિંહ જાડેજાની ટીમના કારોબારી સભ્ય રહ્યાં. 1999થી 2009 સુધી સુરત મહાનગર ભાજપા સરકારી યોજના અમલીકરણ સેલના કન્વીનર રહ્યાં. 200થી 2005 સુધી સુરત શહેર યુવા ભાજપામાં મંત્રી, 2005થી 2010 સભ્ય-શાસક પક્ષ મનપા સ્કૂલ બોર્ડના દંડક, 2013-14માં ઈન્વેસ્ટર પ્રોટેક્શન સેલના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય. ગુજરાત સરકારના વાંચે ગુજરાત અભિયાનના શહેરમંત્રી પદે પણ રહ્યાં.  ઉપરાંત તેઓ અન્ય સામાજિક રીતે પણ સક્રિય રહ્યાં. જેમાં માંગરોળ તાલુકા ઈન્ડસ્ટ્રીયલ એસો.માં વાઈસ ચેરમેન પદે રહી ચુક્યા છે અને હાલ સભ્ય છે. કીમ-પીપોદરા વીવર્સ એસો.ના ઓનરરી સેક્રેટરી-ઝઓન ચેરમેન રહી ચુક્યા છે. સુરતની એક્સપરિમેન્ટલ સ્કૂલમાં વર્ષ 2008થી 2012 સુધી પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. હાલમાં સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના સભ્ય, સાસ્મીના સભ્ય, ટ્રાફિક બ્રિગેડ કમિટિના સભ્ય છે.

રેલવેમાં આટલી સેવા કેવી રીતે સંભવ બની તે મતલબનો સવાલ જ્યારે ન્યૂઝનેટવર્કસ-સિટી સમયે રાકેશ શાહને પુછ્યો તો તેઓ હળવું સ્મીત આપી બોલ્યા કે સેવાનો ભાવ મનમાં હતો અને મેં જાતે રોજ ટ્રેનમાં અપડાઉન કર્યું છે એટલે યાત્રીઓના પ્રશ્નો હું પોતે સમજી શકું છું. ઉપરથી પાર્ટીએ મારા પર વિશ્વાસ મુક્યો અને એ આજ પર્યાપ્ત છે જેથી, જેટલી સુખાકારી યાત્રીઓ માટે ઊભી કરી શકું તે માટેના પ્રયાસો કર્યે રાખ્યા. યુપીએ સમયમાં ગુજરાતને હંમેશા અન્યાય થતો હતો પરંતુ મેં પાર્ટીના સૈનિક તરીકે હંમેશા લડત જારી રાખી અને તેમાં મને સ્થાનિક-પ્રદેશ અને કેન્દ્રની નેતાગીરીનો હંમેશા સાથ-સહકાર મળ્યો. જેથી, હું ઘણી સુવિધા અપાવવામાં સફળ રહ્યો. હું આજીવન યાત્રીઓની સેવા કરતો રહીશ.

રાકેશ શાહની વિવિધ રેલવે સ્ટેશનોની વિઝિટ અને એક્ટિવિટીના ફોટોગ્રાફ્સ

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »