નર્સ મેઘાની બીજી અંતિમ નોંધ મળી: પતિ-સાસુ અને ડો. દુબે જવાબદાર

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ મેઘા આચાર્યના આપઘાત કેસમાં  પોલીસને મેઘાએ લખેલી વધુ બે પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ઘરે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું અને નવસારી સિવિલમાં સર્જન ડો. દુબે સાથે શારીરિક સંબંધ રાખવા ત્રાસ અપાતો હોવાનું અને હું મૃત મળુ તો આ તમામ સામે કાર્યવાહી કરવાનો ઉલ્લેખ છે. પોલીસે તેનાં પતિ, સાસુ અને ડો. ડુબેની અટકાયત કરી છે. સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે અને બે નર્સ સહિત પતિ અંકિત અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, તારા ગામીત ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારિરીક સંબંધની માંગ પુરી કરુ

મેઘાએ બે પાનાંની સુસાઈડ નોટ અંગ્રેજીમાં લખી છે, જેમાં જો હું મૃત મળું તો પ્લીઝ મારાં સાસુ અને પતિ પર ઈન્કવાયરી થવી જોઈએ. તેમણે દહેજ માટે મને ત્રાસ આપ્યો છે. મારા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે, જેથી મેં ઘર છોડી દીધું હતું. જ્યારે અહીં તારા ગામીતે મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું. તે સતત રિલેશન અંગે ત્રાસ આપતા હતા. જોકે મેં ના કહેતાં મેટ્રન વનિતાએ ડ્યૂટીમાં જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, હું બહુ દબાણમાં હતી. જો મને કંઈ થાય તો આ તમામ લોકો જવાબદાર છે.

આખી ઘટના આવી રીતે બની હતી
નવસારીના સિવિલ હોસ્પિટલમાં રહેતી 27 વર્ષીય મેઘા આચાર્ય લગાતાર કોરોનાની જવાબદારી નિભાવતા કોરોનાગ્રસ્ત થઈ હતી.  બાદ તેને થાઈરોઈડ બાબતે તબીબને બતાવવા ઉપરી મેટ્રન પાસે રજા માગી હતી, પણ તેણે રજા ન આપી જાહેરમાં અપમાન કરતાં હતાં. ઉપરાંત ઘણા સમયથી મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ દ્વારા મેઘાને મોટી ઉંમરના સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે સાથે શરીરસંબંધ બનાવવા દબાણ કરતી હોવાના આક્ષેપ સાથે 21મી ઓક્ટોબરની મધરાત્રે મેઘા આચાર્યએ પોતાના બેડરૂમમાં આપઘાત કરી લીધો હતો અને છ પાનાંની સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતાની વ્યથા રજૂ કરીને કેમ આપઘાતનું પગલું ભરી રહી છે એ જણાવ્યું હતું.

Leave a Reply

Translate »