વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત આવી ગયા છે ત્યારે તે પહેલાં કેવડિયા વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરાયું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 8 દિવસથી કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું છે, અત્યાર સુધી આરોગ્ય દ્વારા વિભાગ PM મોદીના કાર્યક્રમમાં હાજરી આપનારા અલગ અલગ વિભાગના 10717 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે, એમાંથી 114 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોદીએ 30 મી ઓક્ટોબરે એટલે કે આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સંલગ્ન વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરી રહ્યા છે. સાથે ‘સ્ટેચ્યુ’ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે. ત્યારબાદ તેઓ કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ સુધી દેશની પ્રથ ‘સી’ પ્લેનની સુવિધાનું પણ ઉદઘાટન કરશે.