ભૂટાનથી ‘બટાકા’ આવશે અને આપણે ત્યાં ભાવ અંકુશમાં લાવશે

આકાશને આંબતા બટાકા અને ડુંગળીના ભાવોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે આ બંને વસ્તુઓને  આયાત કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ગુરુવારે કહ્યું હતું કે ભારત સરકાર ભૂટાનથી 30 હજાર ટન બટાટાની આયાત કરી રહી છે. તેમણે કહ્યું કે બટાટાના ઘરેલુ સપ્લાયમાં વધારો અને ભાવ ઘટાડવા માટે આ કરવામાં આવી રહ્યું છે.

ગ્રાહક બાબતોના પ્રધાન ગોયલે કહ્યું કે સાત હજાર ટન ડુંગળીની આયાત થઈ ચૂકી છે. આ ઉપરાંત દિવાળી પહેલા 25 હજાર ટન  ડુંગળીનું ભારતમાં આગમન થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ડુંગળીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ડુંગળીની સાથે ડુંગળીના નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં બટાકાનો હોલસેલ ભાવ 800 રૂપિયા છે. જ્યારે ડુંગળી નવી 70 અને જૂની ડુંગળી 100 રૂપિયે કિલો છે. સુકુ લસણ 120 કિલો થઈ ગયું છે. તહેવારોની સિઝનમાં ગરીબોની રોજ ભૂખ ઠારતા આ મુખ્ય ખોરાકના ભાવ વધી જતા ઘરનું બજેટ બગડયું છે. બીજી તરફ, અન્ય શાકભાજીના ભાવો પણ 80 રૂપિયે સુધી પહોંચી ગયા છે. જેથી, લોકો કઠોળ તરફ વળ્યા છે.

Leave a Reply

Translate »