પબજી(pubg) ગેમનો ચસકો કેટલો ઘાતક છે તે સુરતમાં બનેલા આ બનાવ પરથી માલૂમ પડે છે. એક પુત્રએ પબજી રમવા માટે નાણાં નહી આપતા પિતાને ચાકુ હુલાવી દીધુ. સુરતમાં ગેમ રમવામાં તમામ પોઈન્ટસ વાપરી નાંખવા બદલ એક બાળકને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પણ બની હતી. જેથી, મોબાઈલનું વળગણ અને તેમાં પણ ગેમ બાળકોની માનસિકતાને વિકૃત કરી શકે છે. આવા અનેક અભ્યાસો પણ સામે આવ્યા છે ત્યારે પોતાની વ્યવસ્તતામાં બાળકોથી પીછો છોડાવવા મોબાઈલ આપી ગેમ ખોલી આપતા વાલીઓ ચેતીને ચાલે તે જરૂરી છે.
સુરત (surat)ના લિંબાયત વિસ્તારની એક એવી ઘટના સામે આવી છે તે જાણીને તમને જરૂર આશ્રર્ય તો થશે જ સાથે આવા બાળકો પર ફિટકાર પણ વરસાવવાનુ મન તશે. . મૂળ ભરૂચના જંબુસરના મોદરા ગામના વતની અને સુરતમાં લિબંયાત મહાનગરપાલિકાની સ્કૂલની સામે જવાહર મહોલ્લો પ્લોટ નં.1 માં રહેતા 52 વર્ષીય ભાઈલાલભાઈ કારાભાઇ માળી ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેમના પરિવારમાં પત્ની દરિયાબેન અને મજૂરીકામ કરતા બે પુત્ર અનિલ-ઉમેશ સાથે રહે છે. ગતરાત્રે 8 વાગ્યે તેમનો નાનો પુત્ર ઉમેશ આવ્યો હતો અને પ્રતિબંધિત પબજી ગેમ રમવા પૈસા માંગ્યા હતા. ભાઈલાલભાઈએ પૈસા આપવાની ના પાડતા ઉમેશે ઝઘડો કર્યો હતો અને ક્યાંકથી ચપ્પુ લાવી ભાઈલાલભાઈના શરીરે અને માથામાં બે ઘા ઝીંકી દીધા હતા. તે સમયે મોટા પુત્ર અનિલે વચ્ચે પડી છોડાવતા ભાઈલાલભાઈ બચી ગયા હતા. આજુબાજુના લોકો બનાવને લીધે એકત્ર થતા ઉમેશ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. ભાઈલાલભાઈએ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ પુત્ર વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે પુત્રને શોધ ચલાવી છે.
પબજી ગેમને કારણે અગાઉ રાજકોટમાં એક બાળકે આત્મહત્યા કરી હતી, વડોદરામાં એક યુવકને ગેમ રમવાની ના પાડતા ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જ્યારે બિહાર જેવા રાજ્યમાં પણ પબજીને કારણે ભાઈ-બહેનની હત્યા કરવાની ઘટના બની હતી. સુરતમાં જ થોડા સમય પહેલા એક બાળક પોઈન્ટ ખર્ચી નાંખતો હોવાથી કંટાળેલા પાડોશી યુવકે તેની હત્યા કરી નાંખી હતી. આવા સંખ્યા બંધ કિસ્સાઓ છે જે આવી ભયાનક મારધાડવાળી ગેમથી માનસિકતા વિકૃત કરે છે. જેનાથી બચવુ અને બચાવવું ખૂબ જ જરૂરી છે.
વાલીઓ ધ્યાન આપે, બાળકો એડિક્ટ ન થાય : મનોચિકિત્સક
https://www.google.com/search?q=pubg+crime&rlz=1C1GCEU_enIN885IN885&sxsrf=ALeKk008Cvi_eweLX-lRjF2qaJnbtsLLow:1603542681580&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwjDsqv_nc3sAhWh7HMBHW_ZD5AQ_AUoAnoECAMQBA&biw=1242&bih=545#imgrc=Neo-0LeZJrabFM&imgdii=YwRSZ3oRT64F3M
માનસિક રોગના નિષ્ણાંતો કહે છે કે, પબજી જેવી ગેમ રમવાના કેસમાં બાળકો એવી સ્થિતિમાં પહોંચી જતા જોવા મળ્યા છે કે, જેઓને જો તેમના માં – બાપ ગેમ રમતા રોકતા તો તેઓ તેમના પર હાથ ઉપાડતા સાથે અપશબ્દો પણ બોલી નાખતા હતા. આની પાછળનું કારણ આપતા મનોચિકિત્સકો કહે છે કે, આ ગેમ રમનાર બાળકો વર્ચ્યુઅલ અને રીઅલ વર્લ્ડ વચ્ચેનો તફાવત સમજી નથી શકતા અને ન કરવાનું કરી બેસે છે. PUBG ગેમ એવી બનાવાઈ છે કે એકવાર રમનાર બાળક વારંવાર આ ગેમ રમવા પ્રેરાતા હોય છે. કેમકે શરૂઆતના સ્ટેજમાં કમ્પ્યુટર દ્વારા એવા પ્લેયર્સ મુકવામાં આવે છે કે જેઓને સરળતાથી મારી શકાય છે. જેના કારણે રમનારમાં ઉત્સુકતા જાગે છે અને આ ઉત્સુકતા સ્ટેજ વધતાની સાથે વધતી જ જાય છે.
PUBG ગેમ રમનાર બાળકો આ ગેમને ફ્રેશ થવા માટેનું માધ્યમ માને છે. કેટલાક બાળકો ટાઈમ પાસ માટે આ ગેમ રમતા હોવાનું કહે છે. ધીરે ધીરે ક્યારે આ બાળકો આ ગેમની ચપેટમાં આવી જાય છે તેનો કદાચ તેમને અને તેમના પરિવારજનોને પણ ખ્યાલ રહેતો નથી અને બાળકો તેમના અભ્યાસને છોડીને દિવસભર આ ગેમની પાછળ વ્યતીત કરવા લાગે છે. ફ્રેશ થવા અથવા ટાઈમ પાસ માટે PUBG રમતા બાળકો આ ગેમને લઈને એડીકટ ન થાય તે માટે સૌથી મોટી જવાબદારી માં – બાપની બને છે. આજના તેજ ગતિએ આગળ વધી રહેલા સમયમાં જો બાળક 1 કલાકથી વધુ સમય મોબાઈલ અને ટીવી પાછળ આપે છે. તો તે માતા – પિતા માટે લાલબત્તી સમાન છે તે સમજવું જરૂરી બન્યું છે. માતા – પિતાએ પોતે પણ ગેજેટ્સના ઉપયોગ પર નિયંત્રણ મુકવું હવે જરૂરી બન્યું છે. આવા ગેજેટ્સના ઉપયોગનો એક સમય નિશ્ચિત કરીને જ બાળકોને અને પોતે તેનો ઉપયોગ કરવો એ જ એક માત્ર ઉપાય બાળકોને આવી ગેમથી એડીકટ થતા બચાવી શકે છે.