કેવડિયામાં જ નહીં અહીં પણ છે સરદારની વિશાળ પ્રતિમા, 100 ફૂટ પર રાષ્ટ્રધ્વંજ ફરકાવાયો

ગુજરાતના કેવડિયા તો વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી છે પણ સુરત જિલ્લાના બારડોલીના બાબેન ગામે પણ 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે વર્ષ 2015માં કરાયું હતું, હવે આજે અહીં 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવી સરદારની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે.

બારડોલી તાલુકાના બાબેન ગામે તળાવ વચ્ચે આવેલ સરદાર પટેલની પ્રતિમા સાથે 24 કલાક તિરંગો ફરકતો રહે તે માટે ધ્વજ સ્તંભ લગાવવામાં આવ્યો છે. જેના પર આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.બારડોલીના બાબેન ગામેં તળાવ વચ્ચે સ્ટેચ્યું ઓફ યુનિટીની પ્રતિકૃતિ રૂપ સરદાર પટેલની 30 ફૂટ ઊંચી અને 4 ટનની પ્રતિમા આવેલી છે. આજે સરદાર જયંતિ હોય કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત બાબેન ખાતે રાષ્ટ્રધ્વજની સાથે આઈ લવ બાબેન તેમજ અનેક વિવિધ બોર્ડ તેમજ બારડોલી સત્યાગ્રહની થીમ દર્શાવતું વોલ સ્કલ્પચર પણ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સરદાર પટેલની પ્રતિમામાં પાસે 100 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ કાયમ માટે લહેરાતો રહે તેવી પરવાનગી પણ મેળવી લેવાતાં બાબેન ગામની સુંદરતામાં પણ વધારો થશે. આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યુ હતું કે, બાબેન ગામના વતની તરીકે હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું.  2011માં બાબેન શ્રેષ્ઠ ગામનો એવોર્ડ મેળવ્યા બાદ સરપંચ સહિત સમગ્ર બોડી અને ગ્રામજનોના સહયોગથી સતત પ્રગતિ કરી રહ્યું છે. તેમાં વધુ મોરપીંછ ઉમેરાતા ગામની સુંદરતામાં ઔર વધારો થશે.

Leave a Reply

Translate »