પુલવામાં વખતે કેટલાકે ભદ્દી રાજનીતિ કરી પણ મારા પર દિલ પર વીર શહીદોનો ઘાવ હતો: મોદી

વડાપ્રધાને સી- પ્લેનને ઉડાન ભરાવતા કેવડિયાથી સાબરમતિ રિવરફ્રન્ટ માટે યાત્રા કરી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં છે ત્યારે આજે  કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો. હેલાં એકતા પરેડમાં હાજરી આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતી પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને જવાનોએ એકતા પરેડ કરી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. કેવડિયામાં સિવિલ સર્વિસિસ પ્રોબેશનર્સને વડાપ્રધાને સંબોધિત કરી હતી જેમાં પુલવામાં હુમલા સહિતના મુદ્દા પર વાકપ્રહાર કર્યાં હતા. ત્યાબાદ સી પ્લેનને ઉડાન ભરાવતા કેવડિયાથી સાબરમતિ રિવરફ્રન્ટ માટે યાત્રા કરી હતી.

વડાપ્રધાને મોદીએ કહ્યું કે, તમે જે નિર્ણય કરો દેશહિત માટે કરો


આજની રાત્રે સુતા પહેલા પોતાની જાતને અડધો કલાક આપજો, પોતાના કામ અને પ્રણ વિષે લખીને રાખજો, જે કાગળ પર પોતાના સંકલ્પો લખશો તે ફક્ત કાગળનો ટુકડો નહીં હોય તમારા દિલનો ટુકડો હશે. સરદાર વલ્લભભાઇ પટેલ જ દેશની સિવિલ સર્વિસિસના જનક હતા, સરદાર પટેલે સિવિલ સર્વિસિસને દેશની સ્ટીલ ફ્રેમ કહ્યા હતા, મારો પણ એ જ આગ્રહ છે કે, તમે જે નિર્ણય કરો તે દેશ હિત માટે હોય તમે અહીંથી ગયા પછી ટીમ બનીને કામ કરજો, તમારી ટીમ ભાવના તમારા નિર્ણયો પર મહત્વની બની રહેશે.કોરોના મહામારી દરમિયાન સૌથી મોટી શિખ આત્મનિર્ભરતાની મળી છે. આજે નવિન, શ્રેષ્ઠ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે તમારે સતત મંથન કરવુ પડશે. દેશવાસીઓને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની શુભકામનાઓ, રજવાડાઓને એકત્રિત કરીને વર્તમાન સ્વરૂપ આપ્યુ. એક ભારત શ્રેષ્ઠ પર્વતને સાકાર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. કેવડિયા નવા ભારતની પ્રગતિનું તિર્થ સ્થળ બની ગયું છે, આખી દુનિયાના ટુરિઝમ મેપ પર આ સ્થાન પોતાની જગ્યા બનાવશે આજે સી-પ્લેન સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને વિકલ્પ મળશે. આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું 130 દેશવાસીઓને અભિનંદન આપું છું. -આજે સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું.

કોરોનાકાળે 130 કરોડ દેશવાસીઓએ સામુહિક ઈચ્છાશક્તિને સાબિત કરી

કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ 130 કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શક્તિને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે, કોરોના વોરિયર્સના સન્માનમાં 130 કરોડ દેશવાસીઓએ એક થયો છે. 35 હજાર પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ ક્યારેય આ સ્વર્ણિમ પળને ક્યારેય નહીં ભૂલાવે. -દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે

સીમા પર નજર અને નજરિયા બદલાયા: ભારતની ભૂમિ પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત

સીમા પર પણ ભારતની નજર અને નજરીયા બદલાઇ ગયા છે. ભારતની ભૂમી પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત ધરાવે છે -કેટલાક દેશો આતંકવાદના સમર્થનમાં આગળ આવી ગયા છે, તે વિશ્વ અને શાંતિ માટે વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. દરેક સરકારોને આતંકવા સામે એકજૂથ થવાની જરૂર છે. આતંકવાદ હિંસાથી ક્યારેય કોઇનું કલ્યાણ થઇ શકતુ નથી, ભારત ઘણા વર્ષોથી આતંકવાદથી પીડિત રહ્યું છે,.ભારતે હજારો જવાનો ખોયા છે. માતાઓએ પોતાના લાલ ગુમાવ્યા છે. ભારતે આતંકવાદને હંમશા પોતાની એકતા અને દ્રઢ્ઢ ઇચ્છા શક્તિથી મુકાબલો કર્યો છે અને હરાવ્યો છે.

ભારતની એકતા-તાકાત બીજાને ખટકે છે

ભારતની આ એકતા અને તાકાત બીજાને ખટકે છે. આપણી વિવિધતાને જ તેઓ આપણી કમજોરી બનાવવા માંગે છે. એકબીજા વચ્ચે ખાણ બનાવવા માંગે છે. પુલવામાં હુમલામાં આપણા વીર સાથીઓ શહીદ થયા એ દેશ ક્યારેય ભૂલી નહીં શકે, કેટલાક લોકો તે દુઃખમાં સામેલ નહોતા, તેઓ પોતાનો રાજનીતિક સ્વાર્થ જોતા હતા.પુલવામા વખતે કેટલાક લોકોએ ભદ્દી રાજનીતિ કરી, તે સમયે મારા પર દિલ પર વીર શહીદોનો ઘાવ હતો. ત્યાંથી સંસદમાં સત્ય સ્વિકાર્યું છે, તેમાં તેમનો ચહેરો સામે આવી ગયો છે કે, તેઓ રાજનીતિક સ્વાર્થ માટે કેટલી હદે જઇ શકે છે. આ મહાન વ્યક્તિત્વના ચરણોમાં નવા ભારતનો સંકલ્પ કરીએ, જેનું સપનુ સરદાર વલ્લભભાઇ પટેલે જોયુ હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનને ઉડાન ભરાવતા તેમાં યાત્રા કરી

Leave a Reply

Translate »