સુમુલ ડેરીએ દૂધની આવક વધવાથી દૂધના કિલો ફેટના ભાવમાં કર્યો 20 રૂપિયાનો ઘટાડો

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે દક્ષિણ ગુજરાતના પશુપાલકોને સુમુલ ડેરીએ ઝટકો આપ્યો છે. સુરતની સુમુલ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે.  ભાવ ઘટાડાથી દક્ષિણ ગુજરાતના પશુપાલકોને નુકસાન થશે. સુમુલ ડેરીના નિર્ણયથી પશુપાલકોને ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટ 695 રૂપિયા મળતા હતા તે ઘટાડીને 675 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગાયના દૂધના પ્રતિ કિલો ફેટ ભાવ 680થી ઘટાડીને 660 રૂપિયા કરાયા છે. શિયાળામાં દૂધની આવક વધવાથી ફેટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Translate »