મથુરાના નંદગાંવના પ્રસિદ્ધ મંદિરમાં બે યુવકોએ નમાઝ અદા કરવાના ફોટા અને વીડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થયા પછી મંદિર પ્રશાસને ચાર લોકો સામે ગુનો નોંધાવ્યાે છે. જેમાં બે મુસ્લિમ અને બે હિન્દુ યુવકના નામ ફરિયાદમાં છે. આ મામલો સામે આવ્યા બાદ મંદિરને ગંગાજળથી ધોવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ 29 ઓક્ટોબરના રોજ મંદિરમાં ચાર યુવક આવ્યા હતા અને તેઓએ પોતાનું નામ ફૈઝલ ખાન, મોહમ્મદ ચાંદ, નીલેશ ગુપ્તા અને આલોક જણાવ્યાં હતા. આ યુવકોએ પોતાને હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિમાં વિશ્વાસ રાખનારા ગણાવ્યા હતા અને બાદમાં મોબાઈલ ફોનમાં તમામ સંતો-મહંતોની સાથેના પોતાના ફોટા પણ બતાવ્યા. તેમણે મંદિરના પૂજારી કાન્હા ગોસ્વામીને દર્શન કરવાની વાત જણાવી અને પ્રવેશ મેળવ્યો હતો. કોવિડ-19ના કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ન હતી. દરમિયાન ફૈઝલ ખાન અને ચાંદ મોહમ્મદે નમાઝ અદા કરી હતી જેના સાથીદારો નીલેશ ગુપ્તા અને આલોકે ફોટો પાડ્યા હતા અને તેને બાદમાં વાયરલ કર્યાં હતા. પરિણામે સાધુ-સંતોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. સોમવારે મંદિરના સેવાકર્મી કાન્હા ગોસ્વામીએ બરસાના પોલીસ સ્ટેશનમાં ઘાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને આ ચારેય યુવકો સામે પોલીસ ફરિયાદ કરી છે. યુપી પોલીસે દિલ્હી પોલીસની મદદથી ચારેય યુવકોની ધરપકડ કરી છે. સોશ્યલ મીડીયા પર આ વાત ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. ઘણાં તેને કોમી એકતા લેખાવી રહ્યાં છે તો મોટા ભાગના લોકો તેને આવું કેવું સેક્યુલારિઝમ એવો સવાલ કરી રહ્યાં છે. ઘણાં પૂછી પણ રહ્યાં છે કે, શું મસ્જિદમાં કોઈ આ રીતે પૂજા કરવાની પરવાનગી આપી શકશે.? આ મુસ્લિમ-હિન્દુ યુવકોના સર્વધર્મ સમભાવની યાત્રાઓના બીજા ફોટા પણ સોશ્યલ મીડીય પર જોવા મળી રહ્યાં છેય
Yatra Completed#बृज 84,कोस परिक्रमा यात्रा” सर्वधर्म समभाव प्रेम,करुणा और धार्मिक सहष्णुता के लिए l 26 से 29 अक्तूबर@यात्रा का समापन नन्द गांव के “नन्द बाबा मंदिर” में हुआ l ब्रज की ख़ाक में घूमते हुए मुहब्बतों और इनायतों से भरा सफर खत्म हुआ l pic.twitter.com/xNsJHrn88G
— Khudai Khidmatgar India (@KhudaiKhidmtgar) October 31, 2020