ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઇ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી ઉફાન પર છે. પાણીના ધસમસતા પ્રવાહને જોતા કીર્તી નગર, દેવપ્રયાગ, મુની કી રેતી વિસ્તારોને એલર્ટ પર રહેવાનું કહ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલાં ઘરોની સાથો સાથ 200 લોકો તણાય ગયાની આશંકા છે. આસપાસના વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યા છે. 500 ગુજરાતીઓ ફસાયા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રેની ગામ પાસે એક ગ્લેશીયર ફાટતાં તેના ધસમસતા પાણીના પ્રવાહથી ધોલી ગંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત તપોવન પાસે પૂલ પણ ધરાશયી થયો હોવાનું જણાયું છે. મોટી હોનારતની આશંકા સેવાઈ રહી છે. છેક હરિદ્વાર સુધી રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ છે અને રાહત તેમજ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ઋષિગંગા નદી પર તૈયાર થઈ રહેલા પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 150 મજૂરો ગાયબ થઈ ગયા છે. તેઓ તણાયા હોવાનું અથવા ટનલમાં ફસાયા હોવાની ભીતિ તંત્રએ વ્યક્ત કરી છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ હોનારતમાં મોટાપાયે જાન માલને નુકસાનની આશંકા સેવાઈ રહી છે. દુર્ઘટના સવારે 8થી 9 વાગ્યા વચ્ચેની છે. આ હોનારતને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. હરિદ્વારમાં કુંભમેળો પણ ચાલી રહ્યો હોવાથી ત્યાં સુધી એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ગ્લેશીયર ફાટતાં 2006થી ચાલી રહેલા ઋષિગંગા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા અનેક લોકો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હોવાનું જણાયું છે.
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group