હવે ગમે તે વ્યક્તિ કોર્ટની આલોચના કરે છે અદાલતોની વધતી ટીકાથી સુપ્રીમ ખફા

હવે ગમે તે વ્યક્તિ કોર્ટની આલોચના કરે છે અદાલતોની વધતી ટીકાથી સુપ્રીમ ખફા

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતોની ટીકા વધતી રહી છે હવે તો ગમે તે વ્યકિત કોર્ટની ટીકા કરી રહી છે. આ સાથે જ અદાલતે કાર્ટુનિસ્ટ રચીત તનેજાને ઍક અરજી પર જવાબ આપવા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. જેમાં ન્યાયપાલિકા સામે તેના અપમાનજનક ટવીટ પર અવમાનતા સંબંધી કાર્યવાહી કરવાનો આગ્રહ કરાયો છે.
સાથે સાથે હાઇકોર્ટે ઍ અરજીઅો પર સુનાવણી બે સાહ માટે રોકી દીધી હતી. આ અરજીમાં સ્ટેન્ડ અપ કોમેડીયન કૃણાલ કામરા સામે કોર્ટની અવમાનના સંબંધી કાર્યવાહી કરવાનો આગ્રહ કરાયો હતો. આ ઉપરાંત અન્ય ઍક અરજી પર કાર્ટુનિષ્ટ રચીત તનેજા તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીઍ જણાવ્યું હતું કે તનેજા વિરૂદ્ધ દાખલ અરજીનો તે જવાબ રજુ કરશે.
દરમ્યાન સુપ્રિમ કોર્ટની પીઠે જણાવ્યું હતું કે અદાલતની ટીકા વધી રહી છે. ગમે તે આવું કરી રહ્નાા છે. ઉલ્લેખનીય છે કે કથીત અપમાનજનક ટવીટને લઇને હાઇકોર્ટે કામરા અને તનેજાને કારણ બતાઅો નોટીસ ઇસ્યુ કરી હતી. દરમ્યાન હાસ્ય કલાકાર કૃણાલ કામરાઍ પોતાની ટવીટનો સુપ્રિમ કોર્ટમાં બચાવ કરતા જણાવ્યું હતું કે હાસ્ય કલાકાર પોતાના અનોખા અંદાજમાં જનહિત સાથે જાડાયેલા મામલો સવાલ ઉભા કરે છે. જા શકિતશાળી લોકો અને સંસ્થાઅો ટીકા સહન કરવામાં અક્ષમતા દેખાડશે તે આપણે ઍક ઍવા દેશમાં બદલી જઇશું. જયાં કલાકારોને વિઘ્નોનો સામનો કરવો પડશે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »