આરભારતના એડિટર અર્ણબ ગોસ્વામીની ધરપકડ, ભાજપે કરી ટીકા

મુંબઇ પોલીસે આજે સવારે રિપબ્લિક ટીવીના માલિક અને મુખ્ય સંપાદક અર્ણવ ગોસ્વામીના ઘરે દરોડો પાડ્યો હતો અને ઈન્ટરિયર ડિઝાઈનરને આત્મહત્યાની દુષ્પ્રેરણાના એક જુના કેસમાં તેની ધરપકડ કરી હતી. આ ઈન્ટરિયરને કથિત રીતે રૂપિયા ન આપી ધમકાવતા તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. ગોસ્વામીએ તેને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હોવાનો આરોપ પણ મીડીયા સમક્ષ લગાવ્યો હતો.

અર્ણબની ધરપકડ પછી, ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને તેની તુલના ઇમરજન્સી સાથે કરતા તેને ‘પ્રેસની સ્વતંત્રતા’ માટે ખતરો ગણાવી હતી. બોલિવૂડ એક્ટર કંગના રાનાઉતે પણ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

એડિટર્સ ગિલ્ડે નિંદા કરી, ભાજપે નિંદા કરી ને ઈમરજન્સી સાથે તુલના કરી


એડિટર્સ ગિલ્ડે અર્ણવ ગોસ્વામીની ધરપકડની નિંદા કરી હતી. ગિલ્ટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાસે ગોસ્વામી સાથે ઉચિંત વ્યવહાર કરવાની માંગ કરી છે. આ કેસ પર પ્રતિક્રિયા આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રિપબ્લિક ટીવી અને અર્ણબ ગોસ્વામી સામે સત્તાનો દુરુપયોગ લોકશાહીનો ચોથો આધારસ્તંભ અને વ્યક્તિગત સ્વતંત્રતા પર હુમલો છે. એક ટ્વીટમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. આ ઘટનાની કટોકટી સાથે સરખામણી કરતાં તેમણે લખ્યું કે, મુંબઈમાં પ્રેસ-જર્નાલિઝમ પર હુમલો નિંદાત્મક છે. ઇમર્જન્સીની જેમ જ મહારાષ્ટ્ર સરકારની આ ક્રિયા છે. અમે તેની નિંદા કરીએ છીએ. ” જાવડેકરે આગળ લખ્યું કે, “સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કાર્યરત કોંગ્રેસ હજી પણ કટોકટીમાં છે. આજે તેમની સરકારે આનો પુરાવો બતાવ્યો છે. લોકો આનો લોકશાહીરૂપે જવાબ આપશે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જેઓ આ સમયે અર્ણબના સમર્થનમાં ઉભા નથી, તે ફાંસીવાદને સમર્થન આપી રહ્યા છે. ઈરાનીએ પૂછ્યું કે હવે પછીનો નંબર તમારો હશે તો કોણ બોલે? અર્ણબ ગોસ્વામીની ધરપકડ પર સવાલ ઉઠાવતા કેન્દ્રીય રાજ્ય પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતું કે “આ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ફાંસીવાદી અસહિષ્ણુતા છે”.

કંગનાએ પણ બચાવ કર્યો હતો


કંગના રાનાઉતે અર્ણવ ગોસ્વામીનો બચાવ કર્યો અને મહારાષ્ટ્ર સરકાર માટે વીડીયો સંદેશ આપ્યો. વીડિયોમાં તેણે પૂછ્યું, ‘આજે તમે અર્ણવ ગોસ્વામીના ઘરે ગયા હતા અને હુમલો કર્યો હતો. તમે કેટલા મકાનો તોડશો? “

Leave a Reply

Translate »