ખજોદ ખાતે નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા
ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. તેઓએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી, સાથે તેમણે અહીં થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશન વર્કની કામગીરી નિહાળી હતી.
આ પ્રસંગે મંત્રીર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, સુરતનું ડાયમંડ બુર્સ ભવિષ્યમાં વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. જ્યાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. આ સ્થળે હીરાના વ્યાપારીઓ તથા અન્ય નાગરિકો માટે નિવાસની સુવિધા, શાળા, હોસ્પિટલ અને હોટેલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો અને બી.આર.ટી.એસ.ને પણ પ્રોજેક્ટ સાથે જોડવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.
માંડવિયાએકહ્યું કે, ડાયમંડબુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. સુરત સાચા અર્થમાં રાજ્યના વિકાસનું ગ્રોથ એન્જિન બનશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો મળશે.
તેમણે ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
બેઠકમાં મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી દિનેશભાઈ નાવડિયા, અગ્રણી શ્રી લાલજીભાઈ પટેલ સહિત બુર્સની કોર કમિટીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.