અરબ કન્ટ્રી અબુધાબીમાં સ્વામીનારાયણ મંદિર આ‌વુ હશે…

અરબ કન્ટ્રી સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં 20 હજાર વર્ગમીટર જમીનમાં BAPS સંસ્થા દ્વારા ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિર ‘અલ વાકબા’ નામની જગ્યામાં બનવા જઈ રહ્યું છે . બાપ્સ દ્વારા મંદિરની ફાઈનલ ડિઝાઈન અને હાથથી કોતરેલા નકશીદાર પથ્થરના સ્તંભોની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ અંગે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ઓફશિયલ ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં પોતાના દુબઈના બે દિવસીય પ્રવાસ દરમિયાન ત્યાંના ઓપેરા હાઉસમાં વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

 બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના જણાવ્યા અનુસાર, આ ભવ્ય મંદિર નિર્માણમાં હિંદુ ગ્રંથનાં મહાકાવ્યો, ધર્મગ્રંથો, પ્રાચીન કથાઓ અને ખાડી દેશોમાં લોકપ્રિય રૂપાંકનોનાં દૃશ્યો મંદિરના અગ્રભાગને સુશોભિત કરાશે.
ભારતીય દૂતાવાસના આંકડાઓ પ્રમાણે, યુએઈમાં 26 લાખ ભારતીય રહે છે, જે ત્યાંની વસતિનો 30% ભાગ છે. યુએઈ સરકારે અબુધાબીમાં અલ વાકબા નામની જગ્યાએ BAPSને 20,000 વર્ગમીટરની જમીન આપી હતી, જે અબુધાબીથી 30 મિનિટના અંતરે છે.

જુઓ જારી કરવામાં આવેલો મંદિર નિર્માણનો વીડીયો…

Leave a Reply

Translate »