પાનમસાલાની દુકાનોના માલિકોને પોલીસ કમિશનરે શું સલાહ આપી

 

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

સુરતનીપ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ સુરત પોલિસ કમિશનરશ્રી અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, કોરોના સામે સુરતવાસીઓની સુરક્ષા માટે સુરત પોલીસ પ્રતિબદ્ધ છે. સુરત શહેરના પ્રત્યેક નાગરિકે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે. બહારગામથી આવનાર તેમજ પ્રવાસ કરી સુરત પરત ફરનાર વ્યક્તિઓ ફરજિયાતપણે કોરોના ટેસ્ટ કરાવે અને મુસાફરી પાસ, ટિકિટ પોતાની સાથે રાખે. તેમનામાં લક્ષણ ન હોવા છતાં કોરોનાગ્રસ્ત હોઇ શકે છે. રેપિડ એન્ટીજેન ટેસ્ટમાં લક્ષણો જણાય તો RT-PCR ટેસ્ટ કરાવવા તેમજ માસ્ક અને હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ અવશ્ય અને અચૂક કરવા જણાવ્યું હતું.
પાનગલ્લાધારકોની રોજી રોટી બંધ ન થાય તેવો માનવીય અભિગમ સુરત પોલિસ ધરાવે છે, પરંતુ પાનગલ્લાઓ પર થતી બિનજરૂરી ભીડભાડ અને ટોળે વળતાં લોકો તેમજ પાનમસાલા ખાઇને ત્યાં જ થૂંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી પાનમસાલાની દુકાનોના માલિકો સ્વયંશિસ્તથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
પોલિસ કમિશનરશ્રીએ કહ્યું કે, માનવજાતનો મોટો દુશ્મન કોરોના છે. જેની સામે સૌએ ખભેખભા મિલાવી લડવાનું છે. સુરતમાં કોરોનાની સ્થિતિ વકરે નહિ એ માટે શહેરી અને જિલ્લા વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજાગ છે. પાલિકા દ્વારા દરેક ઝોનમાં ટેસ્ટિંગ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્મીમેર, નવી સિવિલ હોસ્પિટલમાં તેમજ શહેરને સ્પર્શતા ટોલનાકા પર પણ ટેસ્ટિંગની નિ:શુલ્ક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુ ટેસ્ટીંગ માટે જરૂર જણાયે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શંકાસ્પદ લક્ષણો જણાય તો અવશ્ય કોવિડ ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો હતો.
શ્રી તોમરે ટેક્ષટાઈલ ઉદ્યોગોમાં સાવચેતીના ખાસ પગલાં લેવા જરૂરી હોવાનું જણાવતા ઉમેર્યું કે, ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્ષટાઈલ માર્કેટ અને કામના સ્થળે સાથે બેસીને જમવું જોખમી છે. જેથી કારીગરો- ટેક્ષટાઈલ વર્કર્સ અલગ અલગ જમવા બેસે. માસ્ક ન પહેરતા લોકો સામે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ સાથે મળીને કાર્યવાહી કરશે.
-૦૦-

Leave a Reply

Translate »