મોટાભાગના લોકો સામાન્ય તાવ આવે અથવા તો માથાનો દુઃખાવો થવાની સાથે જ ડોક્ટરની સલાહ લીધા વિના જ પેરાસીટેમોલ અથવા તો તેના જેવી કોઈ ગોળી લેતા હોય છે. પરંતુ તમને એ વાતની જાણ નથી કે તેનાથી તમે તમારા મૃત્યુને જ આમંત્રણ આપી રહ્યા છો. કારણ કે પેરાસીટેમોલની ઘણી સાઈડ ઇફેક્ટ પણ છે. જે જાણીને તમે પણ ક્યારેય પેરાસીટેમોલ લેવાનું નહિ વિચારો. ચાલો જાણીએ.
1. થઇ શકે છે લીવર ડેમેજ: પેરાસીટેમોલ લેવા બાબતે ડોક્ટર જણાવે છે કે દવાનો ડોઝ દરેક વ્યક્તિના વજનના હિસાબથી નિર્ધારિત હોય છે. સામાન્ય માથાનો દુઃખાવો, કે સામાન્ય તાવમાં વ્યક્તિ ડોક્ટરની સલાહ લીધા વિના જ પેરાસીટેમોલ ખાઈ લે છે. જે લીવર ડેમેજ થવાનું સૌથી મોટું કારણ બને છે. એ મહિલાઓ જે આલ્કોહોલ લે છે તેમના માટે 24 કલાકની અંદર 6 ગ્રામથી વધારે પેરાસીટેમોલ લીવર ડેમેજનું કારણ બને છે.
2. જન્મ થનારા બાળકમાં પ્રજનન ક્ષમતા ઓછી:
ગર્ભાવસ્થા દરમિયાન જે મહિલાઓ મામૂલી દુઃખાવા અથવા તો સામાન્ય તાવની અંદર પેરાસીટેમોલ લે છે તેમના જન્મનાર બાળકોની પ્રજનન ક્ષમતા ઓછી થઇ જાય છે. આ વાત હાલમાં જ થયેલા એક સંશોધનમાં સામે આવી છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ વગર કોઈપણ ગોળીના ખાવી જોઈએ.
3. શરીર માટે લાભકારક બેક્ટેરિયાને મારી નાખે છે: પેરાસીટેમોલ શરીરની અંદર રહેલા લાભકારક બેક્ટેરિયાને મારી નાખે છે. જેના કારણે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા નષ્ટ થઇ જાય છે. કારણ કે બેક્ટેરિયા તમારી પ્રતિકારક ક્ષમતાને સુરક્ષિત રાખે છે. જેના કારણે કોઈપણ બીમારી થવા ઉપર કોઈપણ દવા તમારા ઉપર અસર નથી કરતી.
4. આ બીમારીઓનો પણ ખતરો: પેરાસીટેમોલનો ડોઝ વધારે થવા ઉપર ડાયરિયા, એલર્જી, ત્વચાના રોગ જેવી સાઈડ ઇફેક્ટ થઇ શકે છે. તેના વધારે પડતા વપરાશના કારણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઉપર પણ અસર પડે છે.
5. મોટાપામાં થાય છે વધારો: પેરાસીટેમોલનું ખોટું સેવન તમારા મોટાપામાં વધારો કરી શકે છે અને મોટાપો એટલે બીમારીઓનું કારણ. મોટાપો વધવાના કારણે ડાયાબિટીસ અને ડાયાબિટીસથી લીવર ફેલિયરનો ખતરો રહે છે.