કોવિડ બેડ સહિતની સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ છેઃ મંત્રી કિશોર કાનાણી

  1. આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
    વર્તમાન સુરતમાં કોરોનાની પરિસ્થિતિની ચર્ચા કરી હોસ્પિટલમાં બેડ, ઓકિસજન, ઈન્જેકશનો, વેન્ટીલેટર, ડોકટરોની નર્સીંગ સ્ટાફ સહિતની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી સંતોષની લાગણી વ્યકત કરી હતી.
    મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોરોનાની પરિસ્થિતિની પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર સુજ્જ હોવાની વિગતો આપતા જણાવ્યું કે, કોરોના દર્દીઓ વધે તો હોસ્પિટલમાં ૨૨૨૫ બેડ ઉપલબ્ધ છે. હાલમાં નવી સિવિલમાં ૮૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોનાના દર્દીઓ હોમ કોરન્ટાઈન થઈને સ્વસ્થ થઈ રહ્યા છે સારી બાબત છે. સિવિલમાં હાલ ગંભીર પ્રકારના દર્દીઓ ઓછા પ્રમાણ આવી રહ્યા છે. કોઈએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી પણ સાવચેતી સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોની પાલન કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. બીજા રાજયોમાં કે વિદેશ જનારા લોકો પાસેથી આરટીપીસીઆર ટેસ્ટ અંગેનો ચાર્જ સરકારના ધારા ધોરણો મુજબ લેવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
    બેઠકમાં ખાસ ફરજ પરના અધિકારી મહેન્દ્ર પટેલ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાગિણી વર્મા, મેડીકલ કોલેજના ડીન ડો.બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Translate »