મેડિકલ ઈન્ટર્ન્સ હડતાળ પાછી નહી ખેંચે તો આકરી કાર્યવાહી કરાશે: નીતીન પટેલ

રાજ્યમાં સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો સાથે બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ જયંતિ રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ઈન્ટર્ન્સની આ આખી હડતાળ જ ગેરકાયદેસર અને ગેરવ્યાજબી હોવાનું કહેતા નીતિન પટેલે કે, તેઓ હડતાળ પાછી નહીં ખેંચે તો આવતીકાલથી તેમની ગેરહાજરી પૂરાશે અને ગેરહાજર રહેશે તેમને PGમાં એડમિશન મળશે નહી. વધુંમાં નીતિન પટેલે કહ્યું કે, ઈન્ટર્નશીપ કર્યા વિના ડોક્ટર થવાતું નથી અને આ ઈન્ટર્ન્સે સરકારની મજબૂરીનો લાભ લેવાની કોશિશ ન કરવી જોઈએ.

પત્રકાર પરિષદમાં નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, મોરબીમાં 100 સીટ સાથે નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે અને તે માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. આગામી સમયમાં PM મોદી તેનું ખાત મૂહુર્ત કરશે. આમ સરકારે પરવાનગી આપતા ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યામાં વધારો થશે. કોરોના મહામારીમાં કથળેલી સ્થિતિ હવે કાબૂમાં આવી રહી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું સાથે જ તેમણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ્યાં અગાઉ સાંજની OPD બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે કોરોનાની સ્થિતિ હળવી થતા અમદાવાદ સિવિલમાં અને ટ્રોમા સેન્ટરમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે. સિવિલમાં હવે સવાર સાથે સાંજે પણ અન્ય રોગોની ઓપીડી ઓછી કરવામાં આવશે. ત્યાં જ હવે હાલમાં કોરોનાની 84% પથારી ખાલી છે તેવું નીતિન પટેલે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, રાજ્યમાં સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ઇન્ટર્ન ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર છે. છેલ્લા આઠ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે હાલમાં તેમને રૂ. 12,800 સ્ટાઈપેન્ડ મળે છે રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટર્સ રૂ.20,000 સ્ટાઇપેન્ડની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે

Leave a Reply

Translate »