ટાેલ ચુકવવામાંથી મળશે મુક્તિ, આગામી બે વર્ષમાં થઈ શકે છે આ અપડેટ

ASSOCHAM ફાન્ડેશન વીક કાર્યક્રમમાં વાતચીત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલદી GPS સિસ્ટમને ફાઇનલાઇઝ્ડ કરી લેશું, ત્યારબાદ 2 વર્ષમાં ભારત સંપૂર્ણ રીતે ટોલ નાકા મુક્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે અત્યારે દેશમાં તમામ કૉમર્શિયલ વાહન ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. તો સરકાર તમામ જૂના વાહનોમાં પણ જીપીએસ સિસ્ટમ ટેકનોલોજી લગાવવા માટે ઝડપથી કામ કરશે.

GPS ટેકનોલોજીનો ઉપયોગ ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઑથોરિટીની ટોલ આવક 5 વર્ષમાં 1.34 ટ્રિલિયન સુધી વધી શકે છે. મંત્રીએ કહ્યું કે, “કાલે માર્ગ પરિવહન અને રાજમાર્ગ અને અધ્યક્ષ, એનએચએઆઈની ઉપસ્થિતિમાં ટોલ સંગ્ર માટે જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું. અમે આશા કરી રહ્યા છીએ કે 5 વર્ષમાં આપણી ટોલ આવક 1,34,000 કરોડ રૂપિયા થશે.”

સરકાર દેશભરમાં વાહનોના સ્વતંત્ર આવન-જાવન માટે આ ખાસ પગલું ઉઠાવી રહી છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ અનિવાર્ય કરી દીધું છે. ફાસ્ટેગની અનિવાર્યતા બાદ ઈંધણના વપરાશમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત પ્રદૂષણમાં પણ ઘટાડો આવ્યો છે. ઇલેક્ટ્રોનિક ટો કલેક્શન ડિવાઇસના ઉપયોગથી કેશલેસ લેવડ-દેવડને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે જ ટોલ સંગ્રહમાં પારદર્શિતા પણ જોવા મળી છે.

Leave a Reply

Translate »