પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 09202/09201 અમદાવાદ – દાદર – અમદાવાદ ગુજરાત મેઇલ સ્પેશિયલ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે-
ટ્રેન નંબર 09202 અમદાવાદ – દાદર સ્પેશિયલ 21 ડિસેમ્બર, 2020 થી દરરોજ 22:50 વાગ્યે અમદાવાદથી ચાલીને બીજા દિવસે સવારે 06: 15 વાગ્યે દાદર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09201 દાદર – અમદાવાદ સ્પેશિયલ દાદરથી 22 ડિસેમ્બરથી 21:40 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 05:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મણીનગર, મહેમદાબાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દહાનુરોડ અને બોરીવલી સ્ટેશન પર રોકાશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે.
ટ્રેન નંબર 09202/09201 નું બુકિંગ 20 ડિસેમ્બર, 2020 થી સુનિશ્ચિત પી આર એસ કાઉન્ટર અને આઇ આર સી ટી સી ની વેબસાઇટ પર ચાલુ થશે.