વ્યારા-સોનગઢમાં આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ નિયંત્રણોમાંથી મુક્ત કરાયા

વ્યારા-સોનગઢમાં આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ નિયંત્રણોમાંથી મુક્ત કરાયા

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા તા.૧૩/૦૩/૨૦૨૦થી ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધી એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના પગલારૂપે ભારત સરકારશ્રીની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.૩૦/૫/૨૦૨૦ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે.

જેના અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તાપી જિલ્લાના વ્યારામાં અભિષેક એસ્ટેટ, તુલસીપાર્ક નાનીચીખલી, ઓરબીટ રેસીડેંસી તથા આરાધના સોસાયટી અને સોનગઢ તાલુકામાં મારૂતીનગર ગુણસદા વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ હતા.

પરંતુ ઉકત વિસ્તારમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યકિતઓની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે. તથા છેલ્લા ૧૪ દિવસના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં COVID-19નો કોઈ નવો કેસ મળી આવેલ ન હોવાથી  જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ, આ વિસ્તારોને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા બફર એરીયા તરીકે જાહેર કરતો હુકમ તા.૨૧/૧૨/૨૦૨૦થી ઉઠાવી લેવામાં આવ્યો છે.  આ અંગે વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે, તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »