ટ્રાફિક ક્રેઈનનું ભૂત હજી ધૂણી રહ્યું છે!, 60 દિવસ છતા કોઈ કાર્યવાહી નહી થતા ફરી રાવ

ટ્રાફિક ક્રેઈનનું ભૂત હજી ધૂણી રહ્યું છે!, 60 દિવસ છતા કોઈ કાર્યવાહી નહી થતા ફરી રાવ

સુરત ટ્રાફિક પોલીસમાં વાહનો ટોઈંગ કરવા ચાલતી ક્રેઈનને લોકડાઉન દરમિયાનનું ખોટી રીતે બિલ ચુકવવા મામલે એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા દ્વારા કરાયેલી ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ તેની તપાસ રાજ્યના પોલીસ વડા દ્વારા સોંપાય હતી પરંતુ તપાસનીસ અધિકારીએ 60 દિવસ છતા કોઈ અહેવાલ ન રજૂ કરી કાર્યવાહી પણ ન કરતા ફરી એકવાર આ મામલે રાવ કરવામાં આવી છે. સાથોસાથ આખા મામલામાં ભીનુ સંકેલાય જવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આરોપ લગાવનાર સંજય ઈઝાવાએ, ખોટીરીતે બનાવામાં આવેલી લોગબુકને સાચી માની લેવામાં આવે તો પણ ૧૦ લાખ ૮૨ હજાર ૩૩૭ રૂપિયા ગેરરીતિની ફરિયાદ ડી.જી.પી અને ડીરેક્ટર, લાંચરૂશ્વત વિરોધી બ્યુરો, પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશ્નર, સુરત શહેર, અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગને કરવામાં આવી છે.

સુરત શહેરના જાહેર રસ્તાઓમાં અડચણરૂપ પાર્ક કરેલા વાહનો દુર કરવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ ક્રેનનો કોન્ટ્રાકટ અગ્રવાલ એજન્સીને આપવામાં આવેલ છે. તાજેતરમાં લોકડાઉન અને અનલોક દરમિયાન વાહનો ટોઈગ કરેલ ના હોવા છતાં ટોઇંગ ક્રેન ઉપયોગ થયા અંગે લોગ બુકમાં ખોટી એન્ટ્રી કરી સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા ૯૩ લાખથી પણ વધારે સરકારી તિજોરીમાંથી એજન્સીને ચૂકવી દેવામાં આવેલ હોવાનું આરટીઆઈના  માધ્યમથી મેળવેલી કેટલીક માહિતીના આધારે  આર.ટી.આઈ એક્ટિવિસ્ટ  સંજય ઇઝાવાએ આક્ષેપ કરતી રજૂઆત કરી હતી.. જે અનુસંધાનમાં રાજય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા તપાસનો હુકમ કરવામાં આવ્યો હતો. જેની તપાસ સુરત અધિક પોલીસ કમિશ્નર શરદ સિંઘલને સોંપી હતી. જોકે, ફરિયાદ ના ૬૦ દિવસ પછી પણ તપાસ અધિકારી દ્વારા કોઈ તપાસ અહેવાલ રજુ કરવામાં ન આવતા ઈઝાવાએ ફરી એકવાર ફરિયાદ કરી છે.

ઈઝાવાનું કહેવું છે કે,  લોગબુક માં ઘણી જગ્યાએ છેડછાડ કરીને અગ્રવાલ અજેન્સીને ખોટું પેમેન્ટ ચૂકવવા માટે સુધારો વધારો કરેલ છે તે દેખાઈ રહ્યું છે. જે પુરાવા સાથે રજુ કરવામાં આવેલ છે. માર્ચ ૨૦૨૦ થી સેપ્ટેમ્બર ૨૦૨૦ સુધીની લોગબુક માં બતાવામાં આવેલ એન્ટ્રી કરતા પણ વધારે ૨૪૨ દિવસની પેમેન્ટ પેટે કુલ રકમ ૧૦,૮૨,૩૩૭/- કેવી રીતે ચૂકવામાં આવ્યા છે? આવા પુરાવા રજૂ કર્યા છતા કાર્યવાહી ન કરવા સામે તેઓએ નવેસરથી સવાલ ઉઠાવ્યા છે.

આ ચુકાદાને ટાંકી કાર્યવાહી કરવા માંગ કરાય

લલિતા કુમારી વિરૂદ્ધ યુ.પી. સરકારના કિસ્સામાં માનનીય સુપ્રીમ કોર્ટે જારી કરેલ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલ નોટીફિકેશન નં. VSF/102015/7210/D ના સંદર્ભમાં, કોગનીઝેબલ ગુન્હાની એફ.આઈ.આર તાત્કાલિક અને વધુમાં વધુ એક સપ્તાહમાં પૂર્ણ કરીને યોગય કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારના ઉપ સચિવ દ્વારા જારી કરવામાં આવેલ રાજ્યપાલના હુકમનો અનાદર ટોઇંગ ક્રેન ના તપાસ અધિકારી દ્વારા કરેલ છે. તારીખ ૧૯.૧૦.૨૦૨૦ ના રોજની અરજદારની ફરિયાદ માં ૬૦ દિવસ પૂર્ણ થયેલ હોવા છતાં હજુ તપાસ ચાલુ છે એવું અરજદારને જાણવવામાં આવેલ છે.

આમની સામે આ કલમ હેઠળ કાર્યવાહી કરવા માંગ

નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુંબે અને મદદનીશ પોલીસ કમિશ્નર વહીવટ અને પ્લાનિંગ, એ. પી. ચૌહાણ અને ટોઇંગ ક્રેન કોન્ટ્રાકટર અગ્રવાલ અજેન્સી ના માલિક સુનીલ ગુપ્તા સાથે મળીને સરકાર અને જનતાની સાથે વિશ્વાસઘાત કરવા બદલ IPC કલમ ૪૦૯ , સરકારશ્રીના નાણાની ઠગાઈ કરવા માટે બનાવટી દસ્તાવેજ બનાવવા બદલ IPC કલમ ૪૬૮, અંદાજે રૂ. ૧૦,૮૨,૩૩૭/- જેવી કીમતી રકમ ની ખોટી અને બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ IPC કલમ ૪૬૭, સરકારી રજિસ્ટરમાં ખોટી એન્ટ્રી દર્શાવી નાણાકીય લાભ મેળવવા બદલ IPC કલમ ૪૬૫, ખોટા નામે ઠગાઈ કરવા બદલ IPC કલમ ૪૨૦, બનાવટી દસ્તાવેજો બનાવી પોતે ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ માં લેવા બદલ IPC કલમ ૪૭૧, ખોટા અને નીતિ નિયમ વિરુદ્ધ કામ કરવા માટે દુષ્પ્રેરણા આપવામાં આવેલ બદલ IPC કલમ ૧૧૪ મુજબ તમામ આરોપીયો ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે. આ તમામ કલમો લગાવી આ ભ્રષ્ટાચાર કરનાર આરોપીયો સામે FIR નોંધીને તાત્કાલિક તપાસ ચાલુ કરવા સંજય ઇઝાવા દ્વારા માંગણી કરવામાં આવી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »