જામિયા મિલિયા ઈસ્લામિયાના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધનકારોએ દૂરદૂરના વિસ્તારોમાં કોવિડ-19ને અટકાવવા માટે સોલાર પાવર્ડ સેલ્ફ જેનરેટિંગ ડિસઈન્પેક્શન સિસ્ટમ વિકસાવી છે. આ વિશેષ આવિષ્કારને ભારત સરકારના પેટેન્ટ કાર્યાલયના અધિકાર હેઠળના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. હવે આ આવિષ્કાર પેટેન્ટની રાહ જોઈ રહ્યું છે. મિકેનિકલ એન્જિનિયર વિભાગના પ્રમુખ મોહંમદ ઈમરાન ખાન અને સહાયક પ્રોફેસર ડો. ઓસામાખાનએ સંયુક્ત રીતે સોલાર ઉર્જા સંચાલિત રોગકિટાણું નાશક પ્રણાલીનું આવિષ્કાર કર્યું છે. આ આવિષ્કારનો મુખ્ય આશય ભીડવાળા વિસ્તારો, સાર્વજનિક સ્થળો અને દૂરદૂરના વિસ્તારોમાં સૌર ઉર્જાથી ચાલનારા આ સેલ્ફ જેનરેટિંગ ડિસઈન્ફેક્શન સિસ્ટમના માધ્યમથી કોવિડ-19ના કિટાણું યા આ જ રીતના અન્ય જીવાણુંથી ફેલાતી બિમારીઓને રોકવાનો છે. અંતરિયાળ વિસ્તારો કે જ્યાં વીજળી ડૂલ થવી આમ વાત છે ત્યા આ સોલારથી ચાલતુ ઉપરકરણ કામ લાગશે.
જામિયાના મિકેનિકલ એન્જિયનિયરિંગ વિભાગના પ્રમુખ મોહંમદ ઈમરાનખાને મીડીયાને કહ્યું કે, આ સોલાર ઉપકરણ પીવી મોડ્યુલ, ચાર્જ રેગ્યુલેટર, ઈન્વર્ટર અને બેટરી સિસ્ટમવાળુ હશે. ઈલેક્ટોલાઈટિંક રોગકિટાણુ નાશક જનરેટર એક બીજા સાથે જોડાયેલા રહશે. તેના ચેમ્બરની અંદર કિટાણુનાશક સ્પ્રે થશે અને તેમાંથી પસાર થનારા લોકો હાનિકારક સંક્રમણ અને બેક્ટેરિયાથી સુરક્ષિત થશે. આ ખૂબ જ સરળ અને ઈકો ફ્રેન્ડલી નોટ ટોક્સિક ઉપરકરણ છે. તેને સંચાલિત કરવા માટે થોડી માત્રામાં પાણીની જરૂરત પડશે. બીજા ઉપકરણ કરતા તે ખૂબ જ સસ્તુ છે.
(મીડીયા રિપોર્ટસ)