બહુજન સમાજ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરે બલિયામાં યોજાયેલાં એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કોરોના વાયરસથી બચવા માટે સાવ ફાલતુ નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે, રાજભરે કહ્યું કે નદીનાં જળથી પણ તાડી શુધ્ધ છે, રાજભર સમાજ તાડીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તાડીનું વૃક્ષ ધરતી પરનું સૌથી પ્રાચીન ઝાડ છે, અને તેને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને કોરોના પણ નહીં થાય.
BSPનાં પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી બલિયામાં એમએમએ ઉમાશંકર સિંહે ભીમ રાજભર માટે અભિનંદન સમારોહનું આયોજન કર્યું હતું, આ કાર્યક્રમ દરમિયાન ભીમ રાજભરે કહ્યું કે પાણી કરતા તાડીમાં શક્તિ વધુ હોય છે, પહેલા લોકો તાડી કાઢીને પોતાનાં બાળકોને પિવડાવતા હતાં, કોવિડ-19માં લોકો કહે છે કે આ રોગચાળાથી કઇ રીતે બચી શકાય, હું કહું છું કે તાડી કોરોનાને પણ માત કરી શકે છે, તાડી પીને રાજભર સમાજ વિપરીત પરિસ્થિતીમાં પણ જીવતો રહી શકે છે. ભીમ રાજભર વ્યવસાયથી વકીલ છે અને પ્રદેશ અધ્યક્ષ બન્યા તે પહેલા આઝમગઢ મંડળનાં ઝોનલ કો-ઓર્ડિનેટર પણ રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2012ની વિધાન સભા ચુંટણીમાં ભીમ રાજભરે મુખ્તાર અંસારી વિરૂધ્ધ ચુંટણી લડીને રાજ્યમાં ખુબ ચર્ચામાં રહ્યા હતાં.