અહીં ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર જ ભાજપમાં જોડાઈ ગયા!!, ભાજપે બેને સસ્પેન્ડ કર્યા

આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના એક ઉમેદવાર ભાજપમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. મતદાન પહેલાં જ કામરેજ કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે અને હરીફ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. કામરેજ તાલુકાની વિહાણ શેખપુર તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાજુભાઇ પટેલે કામરેજ ભાજપ પ્રભારી જયેશ પટેલના હાથે ભગવો ધારણ કર્યો છે અને ભાજપના રસિક પટેલને સમર્થન જાહેર કર્યું છે.

સુરત જિલ્લા ભાજપે આ લોકોને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ દ્વારા ભાજપ પક્ષના રાજુ પાઠક જૂથના આદિવાસી આગે વાનો ચંદુભાઈ વિશ્રામભાઇ વસાવા (ગડકાછ) અને કામરેજ તાલુકાના કિસાન મોરચાના મંત્રી વિમલ રાજેન્દ્રસિંહ વંશીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Translate »