આજ રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રતિનિધિ મંડળે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ દક્ષિણ ગુજરાતના વિવર્સ ભાઇઓને સતાવી રહેલા ઉંચા વીજળી દરના ગંભીર પ્રશ્નના મામલે રજૂઆત કરી હતી. દક્ષિણ ગુજરાતમાં મરણ પથારીએ પડેલા હાઇટેક વિવિંગ ઉદ્યોગને બચાવવા માટે ચેમ્બર દ્વારા રાજ્ય સરકારને અસરકારક રજૂઆત કરવામાં આવે તેવો અનુરોધ તેમના દ્વારા કરાયો હતો.
ગુજરાતના ઊંચા વીજળી દરને કારણે મહારાષ્ટ્રમાં શિફ્ટિંગ
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ઉમરગામ ટેકનીકલ ટેક્ષ્ટાઇલ માટે જાણીતું છે. વિવર્સ ભાઇઓ દ્વારા જથ્થાબંધ કવોલિટી ગુડ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉમરગામ એ મહારાષ્ટ્ર અને સિલવાસાના બોર્ડર ઉપર ગુજરાતમાં આવેલું હોવાથી વિવર્સ ભાઇઓ આ બંને રાજ્યો સાથેની સીધી હરીફાઇમાં ઉતરે છે. પરંતુ ગુજરાતમાં ઉંચો વીજળીનો દર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ જટીલ પ્રશ્ન બની ગયો છે. કારણ કે, દક્ષિણ ગુજરાતમાં વિવર્સ ભાઇઓને વીજળીનો દર યુનિટ દીઠ રૂપિયા ૭.૭પ પડે છે. જ્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યો જેવા કે કર્ણાટકા અને તેલંગાણામાં સ્થાનિક સરકાર દ્વારા વીજળી દર ઉપર પ૦ ટકા સબસિડી આપવામાં આવે છે. આથી એ રાજ્યોમાં વિવર્સ ભાઇઓને વીજળી દર યુનિટ દીઠ રૂપિયા ૪ પડે છે, જે ગુજરાતના વીજળી દરની તુલનામાં પ૦ ટકા જેટલો ઓછો છે.
ઉમરગામમાં વિવિંગ ઉદ્યોગમાં સુરતથી પણ પહેલાં રેપીયર અને એરજેટ મશીનો નાંખવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાતમાં ઉંચા વીજળી દરને કારણે છેલ્લાં બે વર્ષમાં ટેક્ષ્ટાઇલના કોઇ નવા યુનિટ ઉમરગામમાં સ્થપાયા નથી. તદુપરાંત મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાં વીજળી દર ઉપર મળી રહેલી પ૦ ટકા સબસિડીને કારણે ઉમરગામના મોટા ભાગના વિવિંગ યુનિટ મહારાષ્ટ્ર, કર્ણાટકા અને તેલંગાણામાં શીફટ થઇ રહયાં છે. જ્યારે અન્ય નાના એકમો બંધ થઇ રહયાં છે. આથી તેમણે આ મામલે રાજ્ય સરકારમાં ગુહાર લગાવવા માટે ચેમ્બરને રજૂઆત કરી હતી.
ઉમરગામ એસોસીએશને જણાવ્યું હતું કે તેમના એસોસીએશન દ્વારા વલસાડ, ગુડલાવ, સારીગામ અને વાપી એસોસીએશન સાથે સંકલન કરીને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને સતાવી રહેલા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ચેમ્બરના પ્લેટફોર્મ પરથી કોમન રજૂઆત કરવામાં આવશે. તદુપરાંત ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર સ્કીમ અંતર્ગત જીઆઇડીસીમાં અન્ડર ગ્રાઉન્ડ ઇલેકટ્રીક કેબલ માટે ચેમ્બર પાસે તેમણે સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. જે અંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ ટેકનીકલ ગાઇડન્સ પૂરું પાડવા ચેમ્બર તરફથી પુરતો સહકાર આપવામાં આવશે તેમ એસોસીએશનને જણાવ્યું હતું. એસોસિયેસનના પ્રેસિડેન્ટ ભગવાન ભરવાડ, વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશ બારી, જોઇન્ટ સેક્રેટરી નિરજ પુઠાવાલા, ઓનરર સેક્રેટરી તાહેર વ્હોરા અને સભ્ય કેયૂર ભટ્ટએ વિશેષ ભેટ કરીને પોતાના પ્રશ્નો રજૂ કર્યાં હતા.
અત્રે નોંધનીય છે કે, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન તરફથી આપવામાં આવેલી માહિતી ચેમ્બર દ્વારા નીચે મુજબ રજૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં નીચા વીજળી દરને કારણે ગુજરાતના ઉમરગામમાંથી મહારાષ્ટ્રમાં થયેલા નવા રોકાણની વિગત દર્શાવતું ટેબલ.
- કંપનીનું નામ રોકાણ (રૂપિયામાં) રોકાણનું સ્થળ
વીએચએમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ર૦૦ કરોડ મહારાષ્ટ્ર
એમ્પીલોન ફેબ્રિકસ પ્રા.લિ. ૧૦૦ કરોડ મહારાષ્ટ્ર
હેવર્ડ્સ સિન્થેટીકસ પ્રા.લિ. ૩૦ કરોડ મહારાષ્ટ્ર
ગી સી સિલ્ક મિલ્સ ર૦ કરોડ સિલવાસા
રૂક્ષ્મણી સિન્ટેક્ષ પ્રા.લિ. પ૦ કરોડ સિલવાસા
ગુજરાતમાં ઉચા વીજળી દરને કારણે ઉમરગામમાંથી મહારાષ્ટ્રમાં સ્થળાંતરીત થયેલા એકમોની વિગત દર્શાવતું ટેબલ.
- કંપનીનું નામ સ્થળાંતરીત રાજ્ય
એરજેટ સિન્થેટીકસ મહારાષ્ટ્ર
એચ.જી. ટેક્ષ્ટાઇલ સિલવાસા
સાના સિન્ટેક્ષ મહારાષ્ટ્ર
રાજ રાજેન્દ્ર ટેક્ષ્ટાઇલ મહારાષ્ટ્ર
કેલ્વીન સિલ્ક મીલ્સ મહારાષ્ટ્ર
હરીઓમ એન્ટરપ્રાઇઝ મહારાષ્ટ્ર
શ્રી રામ ટેક્ષ્ટાઇલ મહારાષ્ટ્ર
ગૌરીશંકર ટેક્ષ્ટાઇલ્સ પ્રા.લિ. સિલવાસા - ગુજરાતમાં ઉચા વીજળી દરને કારણે ઉમરગામમાં કેટલાક વિવિંગ એકમો બંધ થઇ ગયા છે, જ્યારે અન્ય બંધ થવાને આરે છે. જેની વિગત નીચે મુજબ છે.
- – સુરજ ટેક્ષ્ટાઇલ્સ
- પરમ ટેક્ષ
- જેની ફેબ
- રોલેક્ષ સિન્થેટીકસ
- આહન સિલ્ક મીલ્સ
- રતુલ સિન્થેટીકસ
- યોગી સિલ્ક મીલ્સ
- બેસ્ટ જેટ સિન્થેટીકસ
- ધનલક્ષ્મી ટેક્ષ્ટાઇલ
- રંજના સિલ્ક મીલ્સ પ્રા.લિ.
- મહામાઇ ટેક્ષ્ટાઇલ્સ
- જૈન ટેક્ષ
- પાયોનીર સિન્થેટીકસ
- સાઇ કોર્પ
- એસ કે ટેક્ષ્ટાઇલ