એક ભવિષ્યવાણી તરફ ફરી દુનિયાના લોકોનું ધ્યાન ખેંચાયું છે. આ બાબાની આગાહી ઘણે અંશે સાચી પડે છે જ્યારે બે-ચાર ખોટી પણ પડે છે. શું છે તે આગાહી જાણો..
અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના અલ કાયદાના હુમલાથી માંડીને 2004ની સુનામી જેવી કેટલીક ઘટનાઓની સચોટ આગાહી કરનારા અમેરિકી બાબા વેંગાએ કરેલી 2021ની સાલની ભવિષ્યવાણી મુજબ 2021માં પ્રલય થશે. સાથોસાથ કેન્સરનો રામબાણ ઇલાજ મળશે અને અમેરિકાના વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બહેરા થઇ જશે. એક આગાહી એવી પણ છે કે એક ડ્રેગન એટલે કે ચીન સમગ્ર માનવતા પર પૂરો કાબુ મેળવી લેશે. બાલ્કન વિસ્તારના નોસ્ટ્રેડેમસ તરીકે ઓળખાતા બાબાએ કરેલી પોઝિટિવ આગાહીમાં કોરોનાના રામબાણ ઇલાજની વાત હતી. સાથોસાથ એવી બિહામણી આગાહી પણ કરી હતી કે એક ડ્રેગન સમગ્ર માનવજાત પર કાબુ મેળવી લેશે. બાબા વેંગાએ વધુમાં કહ્યું હતું કે ત્રણ દાનવો એક થઇ જશે અને એક મજબૂત ડ્રેગન સમગ્ર માનવજાત પર કાબુ મેળવી લેશે. વિશ્વના લોકો ધાર્મિક માન્યતાના આધારે વિભાજિત થઇ જશે. જોકે, આ પહેલા બાબાની કેટલીક આગાહીઓ ખોટી પણ પડી હતી.