13મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર અને ભૂગોળ વિષયની પરીક્ષા લેવાશે

ગુજરાતમાં ધોરણ- ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ૧૦ મેથી ૨૫મેના વચ્ચે બોર્ડની પરીક્ષા લેવાશે. સમય ૩ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધીનો રહેશે.
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અખબારી યાદી બહાર પાડીને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનીમાન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નોંધ લેવા વિનંતી કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં કાર્યક્રમ જાહેર કર્યો છે. તેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦„ની જગ્યાઍ ૩૦„ કરાયા છે. ધોરણ-૯થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦„ ઘટાડો કરાયો છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં ૫૦„ બહુવિકલ્પ પ્રશ્નો અને ૫૦„ વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ ૯થી ૧૨ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે 13મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર તથા બપોરે ભૂગોળ વિષયની પરીક્ષા લેવાશે.

જ્યારે 15મી મેના રોજ બપોરે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા રહેશે. તેમજ 21મી મેના રોજ સવારે સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ સ્કૂલોના આચાર્યો,શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા બોર્ડ દ્વારા જાહેર કરાયું છે.

Leave a Reply

Translate »