ચીન ખાદ્યાન્ન સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે નવી નીતિ લાગૂ કરી છે. જે હેઠળ ભોજન બર્બાદ કરવા પર લોકો અને હોટલ રેસ્ટોરન્ટ પર દંડ લગાવવામાં આવશે. ચીનની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેને ‘ઓપરેશન ઈમ્પ્ટી પ્લેટ’ નામ આપ્યું છે. જેનો ઉદ્દેશ્ય લોકોને એ વાત માટે પ્રેરિત કરવાનો છે કે એટલું જ ખાઓ જેટલી જરૂર છે. ચીનમાં ભોજનનો બગાડ એ હદે થઈ રહ્યો છે જેનો અંદાજો એક રિપોર્ટ પરથી લગાવવામાં આવી શકે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર શંઘાઈ અને બિજિંગમાં જ લોકો દર વર્ષે એટલા અન્નનો બગાડ કરે છે. જેટલામાં લગભગ પાંચ કરોડ લોકોને આખા વર્ષ માટે ભોજન આપી શકાય છે.
જેથી, લાવ્યા પોલીસી: ભોજનનો બગાડ કરશો તો 1.12 લાખનો દંડ
ચીનની સરકારની નવી નીતી અનુસાર રેસ્ટોરન્ટમાં ભોજન માટે જતા લોકો, સભ્યોની સંખ્યાથી વધારે ડિશનો ઓર્ડર નહી કરી શકે. જ્યારે પ્લેટમાં ભોજનનો બગાડ થવા પર 10 હજાર યુઆન અંદાજે 1.12 લાખ રૂપિયા સુધીનો દંડ ફટરાવામાં આવી શકે છે. આ સાથે જ પ્લેટમાં ભોજન બગાડ માટે રેસ્ટોરન્ટને અધિકાર આપવામાં આવશે. ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા ચીની સરકાર લોકોના ભોજન બગાડ કરવાની આદતમાં ફેરફાર લાવવા માંગે છે.
50 કરોડથી વધુ લોકો ઓવરવેઈટ
બીજી બાજુ ભોજનના બગાડની સમસ્યાની સાથે ચીનની સરકાર દેશમાં મેદસ્વીપણાંની સમસ્યાથી પણ પરેશાન છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલાં એક સ્ટડી અનુસાર દેશમાં 50 કરોડથી વધારે લોકો ઓવર વેટ છે, એટલે કે તેમનું વજન સામાન્યથી વધારે છે. વર્ષ 2020માં ચીનમાં મેદસ્વીતાનો દર 7.1% હતો, જે વર્ષ 2020માં વધીને 16.4% થઈ ગયો છે.