સુરતના કતારગામ વિસ્તારમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા બોટલના વજનમાં થતા કોભાંડનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરાયો પર્દાફાશ

સુરત કતારગામ વિસ્તાર માં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા દ્વારા છેલ્લા 1 મહિના થી ગેસ ના સિલિન્ડર માં થતા ભ્રસ્ટાચાર ની જાણ થતા છેલ્લા 1 મહિના માં ઘણા લોકો ના ઘરે જઈને બોટલ નું વજન કરતા જાણવા મળ્યું કે જે લોકો ને ગેસ સિલિન્ડર માં 30 કિલો વજન હોવું જોઈએ તેની જગ્યા એ 27 કિલો , 28 કિલો જેટલું જ વજન હોઈ છે તો આજ સવારે કતારગામ વિસ્તાર માં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા દ્વારા રંગેહાથ એક ઇન્ડિયન ગેસ એજન્સી ની રીક્ષા માં ગ્રાહક ને ઘરે ડિલિવરી આપી તરત જ વજન કરતા તેમાં 28 કિલો વજન માલુમ પડ્યું જે 2 કિલો ઓછું હતું. ત્યાર બાદ સોસાયટી ના સભ્યો દ્વારા રીક્ષા માંથી રેન્ડમલી બાટલો લઇ ને ચકાસતા તેમાં 27 કિલો જ ગેસ જાણવા મળ્યું છે જે 30 કિલો ના ભાવ ચુકવતા સામાન્ય લોકો ને 3 કિલો જેટલો ગેસ ઓછો હોવાનું માલુમ પડ્યું છે.

https://www.facebook.com/newsnetworks.co.in/videos/2846797455577651

હમણાં જ સરકાર દ્વારા ગેસ ની બોટલ પર અપાતી સબસીડી બંધ કરી ને સામાન્ય માણસ પર 100 રૂપિયા નો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ઉપર થી આ એજંસી વાળા દ્વારા થતો ભ્રસ્ટાચાર સામાન્ય માનવી માટે પડ્યા પર પાટા સમાન છે, હવે જોવાનું એ છે કે સરકાર દ્વારા આવી એજંસી સામે પગલાં લે છે કે આ બધું સામાન્ય માણસ ને જ બધું સહન કરવાનું છે.

Leave a Reply

Translate »