બેચાર દિવસથી ભલે સુરત સહિત ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને પારો એકથી બે ડિગ્રી ઉપર આવ્યો છે પરંતુ ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે એવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 27થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજાવતી ઠંડી પડશે. કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતમાં વઘુત્તમ તાપમાન 7 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 8 ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે.
ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સતત બીજા દિવસે 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયામાં તો પારો ગગડીને 3.8 ડિગ્રી પહોંચી ગયો હતો. રાજ્યના તમામ મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો અનુંભવાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 27થી 30 ડિસેમ્બર સુધીમાં હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે પણ અમદાવાદમાં 27 ડિસેમ્બર 30 ડિસેમ્બર સુધી અમદાવાદી સહિત સમગ્ર ગુજરાતના લોકોને ટાઢમાં થથરાવું પડી શકે છે.
આગામી 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે, જેથી લોકો ફરી એકવાર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે જણાવ્યું છે. 13 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે જઈ શકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ 7.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 9.8, અમદાવાદમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11.2, કંડલા એરપોર્ટ 11.5 ડિગ્રી, ભુજમાં 12.4, પોરબંદરમાં 12.1 ડિગ્રી, રાજકોટ 12.5, વડોદરામાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે.