મરઘી-ઈંડા ખાઆે પણ આ રીતે…કેન્દ્રિય મંત્રીએ ટવીટ કરીને બર્ડફ્લૂથી ન ડરવાની આપી સલાહ

કેન્દ્રીય પશુપાલન, ડેયરી અને મત્સ્ય પાલન મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે એવિયન ઇન્ફલુએંજા એટલે બર્ડ ફલૂથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે કેટલીક કુકીંગ ટીપ્સને જાણી લો તો બર્ડ ફલૂથી બચી શકાશે. ગિરિરિજ સિંહે કહ્યું હતું કે લોકોએ ઇંડા અને માંસને પુરી રીતે પકાવીને ખાવું જોઇએ. કેન્દ્રીય મંત્રીએ ટવીટ કરીને કહ્યું કે કેટલીક જગ્યાએ બર્ડ ફલૂને કારણે મોટાભાગે પ્રવાસી અને જંગલી પક્ષીઓના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે.

તેમણે ટવીટમાં કહ્યું કે ઇંડા અને માંસને પુરી રીતે પકાવીને ખાશો તો પછી બર્ડ ફલૂથી ગભરાવાની જરૂર નથી. રાજયોને સતર્ક કરીને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે. ગિરિરાજ સિંહે હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ અને રાજસ્થાનમાં બર્ડ ફલૂનો સ્ટેટસ રિપોર્ટ પણ શેર કર્યો છે. અહીં 13 પ્રભાવિક વિસ્તારોની ઓળખ થઇ છે.છેલ્લાં 10 દિવસમાં ભારતમાં કેટલાંક રાજયોમાં લાખો પક્ષીઓના મોત થયા હતા. ચાર રાજયો, હિમાચલ, મધ્ય પ્રદેશ, કેરળ અને રાજસ્થાને બર્ડ ફલૂની પૂષ્ટિ કરી છે. એ પછી બર્ડ ફલૂનું સંક્રમણ રોકવા માટે રાજયોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કેરળમાં તાજેતરમાં 12000 બતકોના મોત થયા હતા, એ પછી કર્ણાટક અને તમિલનાડુમાં સાવધાની રાખવામાં આવી રહી છે. તો હિમાચલ પ્રદેશમાં પણ હજારો પક્ષીઓ મૃત મળ્યા હતા.જ્મ્મૂ-કશ્મીર અને હરિયાણાએ પોત પોતાના રાજયોમાં સેંપલોની તપાસ શરૂ કરી છે.બર્ડ ફલૂ વાયરસ ઘરેલૂ પોલ્ટ્રી, અન્ય પક્ષીઓ અને પશુઓને સંક્રમિત કરી શકે છે. કેરળના અલપ્પુજા અને કોટ્ટાયમના મોટા ભાગના વિસ્તારોમાં એવિયન ઇંફલુએંજાના H5N8ના સ્ટ્રેન મળ્યા પછી લગભગ 36000 પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં લગભગ 2700 પક્ષીએ મંગળવાક મૃત હાલમાં મળ્યા હતા, તો મધ્ય પ્રદેશમાં 300 કાગડાં મરેલી હાલતમાં મળ્યા હતા.

Leave a Reply

Translate »