ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક યુવકે ટ્રેન નીચે જીવન ટૂંકાવવા પડતું મુક્યું હતુ પરંતુ આ શરીરના બે ટુકડા થઈ ગયા હતા અને તે કંઈ થયુ જ ન હાેય તે રીતે બાેલી રહ્યાે હતાે અને લાેકાેને કહેતાે હતાે કે આમાં કોઈની કોઈ જ ભૂલ નથી. તેના આ વલણથી લાેકાેને આશ્ચર્ચ થયું હતું. લાેકાે તેને 108 એમ્બ્યુલન્સ બાેલાવીને હાેસ્પિટલ લઈ ગયા હતા પરંતુ વધુ પડતુ લાેહી વહી જવાને કારણે ડાેક્ટરાેએ તેને બચાવાવની કરેલી 12 કલાકથી વધુની મહેનત એળે ગઈ હતી અને તેનું માેત થયું હતું. આ ઘટના રૌજા ક્ષેત્ર પોલીસ સ્ટેશનની છે 19 વર્ષનો હર્ષવર્ધન નામનો યુવક પોતાના માતા પાસેથી પૈસા લઈને ઘરેથી નીકળ્યો હતો પરંતુ તે પછી પરિવારને તે ટ્રેન નીચે કપાઈ ગયો હોવાના સમાચાર મળ્યાં હતા.
આત્મહત્યા કરવાના હેતુથી જ ઘરેથી નીકળેલો યુવક રેલવે ટ્રેક પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો જ્યારે ટ્રેન નજર સામે આવતી દેખાઈ કે તરત જ યુવક પાટા પર સૂઈ ગયો અને ધસમસતી આવતી ટ્રેન યુવકની ઉપરથી પસાર થઈ ગઈ ત્યારે તેના શરીરનો કમરથી નીચેનો ભાગ પાટા પર જ કપાઈને પડી ગયો અને ધડનો ભાગ ઉછળીને નજીકના નાળામાં પડ્યો હતો. નાળામાં તે એવી રીતે પડ્યો હતો જાણે કંઈ થયું જ નથી, વારંવાર એક જ શબ્દનું રટણ કરતો હતો કે આમાં કોઈની કંઈ જ ભૂલ નથી. ઘટના પછી સ્થાનિક લોકોએ 108 નંબર પર ફોન કરીને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ડોકટર્સે તેની સારવાર શરૂ કરી જ્યાં ડોકટરોની એક ટીમે તેમની સારવારમાં લાગી ગઈ હતી, લગભગ 12થી 13 કલાક સુધી સારવાર ચાલી જે બાદ યુવકનું મોત થઇ ગયું હતુ. યુવકના કમરના નીચેનો ભાગ અલગ થઈ ગયો હતો. આ કારણે જ તેના શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હતું અને તેનું મોત થઇ ગયું હતુ. જો કે તે બોલી રહ્યો હતો કે આમા કોઇનો વાંક નથી તે મામલે હવે સ્થાનિક પોલીસ તપાસ રહી છે તેને કેમ આત્મહત્યા કરી તેના પર પોલીસે કેટલાક લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે.